SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૭ ૩૮૯ સૂત્રાર્થક ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધ બોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબદુત્વથી (એ બાર દ્વારોથી સિદ્ધ જીવોની) વિશેષ વિચારણા કરવી જોઈએ. ભાવાર્થ : સિદ્ધ પરમાત્માઓની વિશેષ વિચારણા કરવા માટે અને તેના દ્વારા સૂક્ષ્મ જ્ઞાન મેળવવા માટે દીર્ધદષ્ટિવાળા ગીતાર્થ મહાત્મા પુરુષોએ જુદા જુદા બાર (૧૨) દ્વારા જણાવ્યા છે. તે દરેક ધાર ઉપર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ અહીં વિચારવામાં આવે છે. અહીં એક સ્પષ્ટતા કરવા જેવી છે કે મુક્તિદશામાં ગયેલા જીવને ગતિ, લિંગ, તીર્થ વગેરે સંસારી ભાવો સંભવતા નથી. તેથી ત્યાં આવો ભેદ નથી. પરંતુ ભૂતકાળની દષ્ટિએ આ વિચારણા કરાય છે. (૧) ક્ષેત્રધાર: “સિદ્ધત્વ પ્રાપ્ત કરનાર જીવ કયા કયા ક્ષેત્રોમાંથી સિદ્ધત્વ પ્રાપ્ત કરે? તેની વિચારણા કરવી તે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિએ વિચારણા થઈ શકે છે. (૧) જન્મની અપેક્ષાએ પાંચ (૫) ભરત, પાંચ (૫) ઐરાવત અને પાંચ (૫) મહાવિદેહક્ષેત્ર એમ પન્નર (૧૫) કર્મભૂમિમાં જન્મેલા હોય તે જ જીવો મોક્ષે જાય છે. સંકરણથી : ૪૫ લાખ યોજનવાળા અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાંથી સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનેથી લઈ બીજા સ્થાને મૂકવો. અવિરત સમ્યગૃષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર પ્રમત્ત સાધુ આ ત્રણનું સંકરણ થઈ શકે છે. પરંતુ અપ્રમત્ત મુનિ, આહારકશરીરી, સાધ્વીજી, અવેદી (કેવલી ભગવાન), પરિહારવિશુદ્ધિવાળા સાધુ, પુલાકમુનિ અને ચૌદપૂર્વધર આ સાત પ્રકારના જીવોનું સંહરણ થતું નથી. (૨) કાળદ્વાર : કયા કયા કાળે જીવ સિદ્ધત્વને પામે તેની વિચારણા, ભરત-ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ ભાગમાં જન્મેલા જીવો મોક્ષમાં જાય છે તથા ચોથા આરામાં જન્મેલા જીવો ચોથા આરામાં તથા પાંચમા આરાના પ્રારંભમાં મોક્ષે જાય છે. પરંતુ પહેલા-બીજા અને ત્રીજા આરાનો
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy