________________
३८८
અધ્યાય : ૧૦, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ચોથા પ્રશ્નનો ઉત્તર ઃ असङ्गत्वाद् भने बन्धच्छेदात् :
તુંબડાનું ઉદાહરણ : લેપ વિનાના શુષ્ક તુંબડાનો સ્વભાવ પાણી ઉપર તરવાનો હોવા છતાં માટીના લેપથી, ભારે વજન થવાના કારણે, પાણીમાં ડુબી જાય છે. પાણીના સહયોગથી લેપ ઓગળી જતાં લેપનો સંગ દૂર થવાથી તે પોતાના સ્વભાવે જ ઉપર આવે છે. તે જ રીતે કર્મોનો સંગ દુર થતાં પોતાના ઊર્ધ્વગતિ સ્વભાવના કારણે જ તે જીવ ઉર્ધ્વગતિ કરવા દ્વારા ઉપર જ જાય છે.
આ પ્રમાણે પૂર્વકૃત સંસ્કારજન્ય વેગના કારણે, કર્મોનો સંગ નીકળી જવાના કારણે, કર્મો અને શરીરના બંધનો તુટી જવાના કારણે અને તેવા પ્રકારનો ઊર્ધ્વગતિ કરવાનો જીવનો સ્વભાવ હોવાના કારણે, કર્મમુક્ત થયેલો જીવ લોકના છેડા સુધી (લોકાન્ત સુધી) ગતિ કરે છે, ત્યાં અનંતકાળ રહે છે.
૧૦-૭
સૂત્ર (૧૦-૭) પ્રયોજન મુક્ત જીવ સ્વરૂપની દૃષ્ટિએ સમાન છે કે અસમાન, તે જણાવવા બાર બાબતો વડે સિદ્ધની વિશેષ વિચારણા અહીં રજુ કરે છે. क्षेत्र-काल-गति-लिङ्ग-तीर्थ-चारित्र-प्रत्येकबुद्धबोधित ज्ञानावगाहनान्तर-संख्याल्पबहुत्वतः साध्याः ।
૨૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિત જ્ઞાનાવગાહનાન્તર-સંખ્યાલ્પબદુત્વતઃ સાધ્યાઃ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિત જ્ઞાન-અવગાહના-અન્તર-સંખ્યા-અલ્પબદુત્વતઃ સાધ્યાઃ ૧૦-૭
શબ્દાર્થ : ક્ષેત્ર = સ્થાન, જગ્યા, કાલ = અવસર્પિણી આદિ, ગતિ = કઈ ગતિમાંથી સિદ્ધ થાય તે, લિંગ = વેદ, ચિહ્ન, તીર્થ = તીર્થનું અસ્તિત્વ, ચારિત્ર = ચારિત્રનો કયો ભેદ હોય તે, પ્રત્યેકબુદ્ધબોધિત = પ્રત્યેક બોધિત તથા બુદ્ધ બોધિત, જ્ઞાન = કેવળજ્ઞાન, અવગાહન = ઊંચાઈ, અત્તર = વ્યવધાન, સંખ્યા = સિદ્ધ કેટલા થાય તે, અલ્પબદુત્વ = ઓછા-વત્તાપણું, સાધ્યા = ચિંતવવું.