SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૬ બીજા પ્રશ્નનો ઉત્તર તથા તિપરિણામાય્ પદમાં છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર સૂત્ર (૫-૧૭) અધ્યાય-૫ સૂત્ર ૧૭ માં છે. ચોથા પ્રશ્નનો ઉત્તર તથા ગતિરામાય્ પદથી જ મળે છે. હવે દરેક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી સમજવા પ્રયત્ન કરીએ. પ્રથમ પ્રશ્નનો ઉત્તર ઃ પૂર્વપ્રયોર્ : જ્યારે આ આત્મા સર્વકર્મોનો ક્ષય કરે છે ત્યારે કાયયોગ રહિત હોવાથી એટલે કે ગતિ કરવામાં સહાયક એવો યોગ ન હોવાથી ગતિ થવી જોઈએ નહીં, પરંતુ યોગનિરોધ કરે તેના પૂર્વકાળમાં યોગની સહાયથી કરેલી ગતિના પ્રયોગોથી (સંસ્કારોથી) ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગતિ કરવામાં પૂર્વપ્રયોગ નિમિત્તકારણ બને છે. જેમ કુંભારે દંડથી ફેરવેલો ચાક દંડ અને હાથ લઈ લેવા છતાં પણ અંદર આવેલા વેગના સંસ્કારથી ફરે છે. પગ વડે ચલાવેલો હીંચકો, પગ લઈ લેવા છતાં, પૂર્વપ્રયોગજન્ય વેગના આધારે ચાલે છે, તેમ કર્મોથી મુક્ત એવો જીવ (આત્મા) પૂર્વકાલીન સંસ્કારોથી આવેલા વેગના આવેશને લીધે પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરે છે. ૩૮૭ બીજા પ્રશ્નનો ઉત્તર ઃ તથા તિપરિળામામ્: ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલ એમ બે જ દ્રવ્યો ગતિ કરવાના સ્વભાવવાળાં છે. શેષ (બાકીનાં) ત્રણ દ્રવ્યો લોકવ્યાપી અને લોકાલોકવ્યાપી હોવાથી ગતિરહિત છે, પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિર્કી એમ ત્રણે તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. ધૂમ તથા દીવાની જ્યોત વગેરેનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. પવનનો તિર્કી ગતિ કરવાનો સ્વભાવ છે. પથ્થર આદિનો અધોગતિ કરવાનો સ્વભાવ છે. આત્માનો કેવળ ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. ઊર્ધ્વગતિ કરવાના સ્વભાવથી સર્વ કર્મક્ષય થતાં તે આત્મા ઊર્ધ્વગતિ કરે છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર : કર્મમુક્ત આત્મા લોકના છેડા સુધી જ ગતિ કરે તેનાથી ઉપર અલોકાકાશમાં ગતિ ન કરે, કારણ કે ત્યાં ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. જુઓ સૂત્ર (૫-૧૭).
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy