________________
૩૮૬
અધ્યાય : ૧૦, સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૧૦-૬) પ્રયોજન ઃ સર્વ કર્મક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણ સમજાવે છે.
पूर्वप्रयोगादसङ्गत्वाद बन्धच्छेदात्
तथागतिपरिणामाच्च तद्गतिः
પૂર્વપ્રયોગાદસંગત્વાદ બન્ધચ્છેદાત્ તથાગતિપરિણામાચ્ચ તતિઃ
=
૬૦-૬
પૂર્વપ્રયોગાત્-અસંગત્વાદ્-બન્ધચ્છેદાત્ તથાગતિપરિણામાત્ ચ તતિઃ
૧૦-૬
શબ્દાર્થ : પૂર્વપ્રયોગ = પૂર્વબદ્ધ કર્મ છૂટવાથી આવેલ વેગ, અસંગત્વ = સંગ દૂર થવાથી (અસ્ખલિત-પણું), બન્ધુછેદ કર્મ બંધનોનો આત્યન્તિક છેદ, તથાગતિપરિણામ = સ્વભાવથી જ જીવ ઉર્ધ્વગતિશીલ છે, તદ્ = સમસ્ત કર્મનો ક્ષય કર્યો છે તેવો આત્મા, ગતિ ગતિ (ઉર્ધ્વગતિ).
=
૧૦-૬
સૂત્રાર્થ : પૂર્વપ્રયોગ, અસંગત્વ, બંધચ્છેદ તથાગતિપરિણામ એમ ચાર કારણોથી આત્મા સર્વકર્મક્ષય થતાં ઊર્ધ્વગતિ કરે છે.
ભાવાર્થ : સર્વકર્મક્ષય થયા પછી આ જીવ નિયમા ઊર્ધ્વગતિ કરે છે, એમ પૂર્વના સૂત્રોમાં કહેવામાં આવ્યું. તેથી આ બાબતમાં કેટલાક પ્રશ્નો ઉઠે છે.
(૧) જીવની ગતિ કાયિકયોગની સહાયથી થાય છે. આ આત્મા યોગરહિત છે તો સહાયક દ્રવ્ય વિના ગતિ કરે કેવી રીતે ?
(૨) જો ગતિ કરે તો ઊર્ધ્વ ગતિ શા માટે ? તિર્કી (વાંકી) કે અધો (નીચે) કેમ ગતિ થતી નથી ?
(૩) જો ઊર્ધ્વગતિ કરે તો ક્યાં સુધી કરે ? અને ત્યાં સુધી જ કેમ કરે ?
(૪) સર્વકર્મક્ષયવાળો અને રાગ-દ્વેષ રહિત હોવાથી આત્મા અહીં જ રહે તો શું દોષ આવે ?
ઉપરના પ્રશ્નોનો સૂત્રકાર મહર્ષિએ નીચે પ્રમાણે ઉત્તરો આપ્યા છે. પહેલા પ્રશ્નનો ઉત્તર પૂવપ્રયોર્ પદમાં છે.