________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૫
૩૮૫ છે. જ્યારે પરદ્રવ્યનું બંધન ન હોય ત્યારે અજીવનો સ્વભાવ નીચે જવાનો અને જીવનો સ્વભાવ ઉપર જવાનો છે તેથી સર્વકર્મક્ષય થતાં જ, પરદ્રવ્યનું બંધન તૂટતાં જ જીવ ઉપર જાય છે. ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય લોકાત્તથી ઉપર અલોકાકાશમાં ન હોવાથી મુક્ત જીવો લોકાત્તે જઈને વિરામ પામે છે અને ત્યાં સાદિ અનંતકાળ સ્વગુણરમણતામાં અવ્યાબાધ સુખ અનુભવે છે. લોકાન્ત ઉપરના અન્તિમપ્રદેશથી નીચે એક યોજન (ચાર ગાઉ) ઉતરીએ ત્યારે પીસ્તાલીસ લાખ યોજન લાંબી-પહોળી મધ્યભાગે આઠ યોજન ઊંડી અને અન્તિમભાગે અતિશય પાતળી નગારાના આકારે સ્ફટિકના જેવી સિદ્ધશિલા છે. તે સિદ્ધશિલાથી ઉપર પ્રથમના ત્રણ ગાઉ ગયા પછી ચોથા ગાઉના છઠ્ઠા ભાગમાં સર્વે સિદ્ધો વસે છે. કારણ કે વધુમાં વધુ ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષે જાય છે. મોક્ષે જતાં શરીરમાં રહેલ : ભાગનું પોલાણ પુરે છે જેથી આત્માની નક્કર અવગાહના 3 થાય છે. તેથી ૩૩૩૨ આત્માની અવગાહના (લંબાઈ) થાય છે. તે ૨૦OO ધનુષ પ્રમાણ એવા એક ગાઉન છઠ્ઠો ભાગ બને છે. ત્યાં જ સિદ્ધભગવંતો વસે
અઢીદ્વીપમાં જ મનુષ્યોનું જન્મ-મરણ થાય છે અને મનુષ્યભવમાંથી જ મોક્ષે જવાય છે. અઢી દ્વીપની લંબાઈ-પહોળાઈ પીસ્તાલીસ લાખ યોજન છે તેથી તે પીસ્તાલીસ લાખ યોજનવાળા મનુષ્ય ક્ષેત્રમાંથી સમશ્રેણીએ ઉપર ગયેલા સિદ્ધભગવંતો પણ પીસ્તાલીસ લાખ યોજનમાં જ હોય છે, તે ભૂમિની બહાર કે ઉપર અલોકમાં સિદ્ધભગવંતો હોતા નથી.
શંકા જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનંતા સિદ્ધો કેવી રીતે સમાય? કારણ કે તે ક્ષેત્ર તો સિદ્ધના આત્માએ રોકેલું જ છે. જેમ એક મનુષ્ય બેઠો હોય ત્યાં તે ક્ષેત્ર તે મનુષ્ય વડે રોકાયેલું હોવાથી બીજા મનુષ્યો ત્યાં બેસી શકતા નથી.
સમાધાન : મનુષ્ય શરીરધારી છે. સિદ્ધ ભગવંતો શરીરરહિત છે. મનુષ્યો સશરીરી હોવાથી રૂપી છે. સિદ્ધો અરૂપી છે. માટે તેમનું દૃષ્ટાંત અહીં લાગુ પડતું નથી. પરંતુ જેમ એક દીવો આખા રૂમમાં પ્રકાશ આપે છે તે જ રૂમમાં સેંકડો દીવા પ્રગટાવીએ તો સેંકડો દીવાનો પ્રકાશ પણ સમાય છે. તેમ સિદ્ધભગવંતો અશરીરી અને અરૂપી હોવાથી એક ક્ષેત્રમાં અનંતા પણ રહે છે.