________________
૩૮૪
અધ્યાય : ૧૦, સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સમાધાન : પારિણામિકભાવના ઘણા ભેદોમાંથી માત્ર ભવ્યત્વનો જ અભાવ મુક્તિકાળે જણાવવો છે. એટલા માટે તેનો જુદો ઉલ્લેખ કર્યો છે. જો તેમ ન કરે તો ઔદાયિકભાવના અને ક્ષાયોપથમિક ભાવના સર્વે ભેદોનો અભાવ બદ્રિ શબ્દથી જેમ લેવાય છે તેમ પારિણામિક ભાવના પણ સર્વે ઉત્તરભેદનો અભાવ લેવાનું સિદ્ધ થઈ જાત. તે ન થાય તેટલા માટે ભવ્યત્વનો ઉલ્લેખ કર્યો છે.
શંકા : મોક્ષગત જીવોમાં જો ભવ્યત્વ ન હોય તો શું તે અભવ્ય બની જાય?
સમાધાનઃ ના. ભવ્યત્વ એટલે યોગ્યતા અને અભવ્યત્વ એટલે અયોગ્યતા. જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી જ યોગ્યતા અને અયોગ્યતાનો વ્યવહાર થાય. વસ્તુની પ્રાપ્તિ પછી યોગ્યતા-અયોગ્યતા કહેવાતી નથી. જેમ દીક્ષા ગ્રહણ ન કરી હોય તે જ જીવ દીક્ષાને માટે યોગ્ય અથવા અયોગ્ય કહેવાય છે. પરંતુ દીક્ષા લીધા પછી યોગ્ય કે અયોગ્ય કહેવાતા નથી. તેમ સિદ્ધના આત્માઓ નોભવ્ય અને નોઅભવ્ય કહેવાય છે.
સૂત્ર (૧૦-૫) પ્રયોજનઃ સર્વ કર્મોના ક્ષયથી મુક્ત આત્માના ઉર્ધ્વગમનને જણાવે છે. तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात्
૨૦તદનન્તરમૂર્ધ્વ ગચ્છત્યાલોકાત્તાત્
૧૦-૫ તદ્ અનન્તરમ્ ઊર્ધ્વ ગચ્છતિ આલોકાત્તાત્ ૧૦-૫
શબ્દાર્થ તદ્ = તે, અનન્તરમ્ = તરત જ, ઉર્ધ્વમ્ = ઉપર, ગચ્છતિ = જાય છે, આલોકાત્તાત્ = લોકાન્ત સુધી.
સૂત્રાર્થ તે સંપૂર્ણકર્મનો ક્ષય) થયા પછી તરત જ મુક્ત જીવ લોકના છેડા સુધી ઉપર જાય છે.
ભાવાર્થ જે સમયે સર્વ કર્મોનો ક્ષય અને ઔપશમિકાદિ ભાવોનો અભાવ થાય છે તે જ સમયે દેહત્યાગ, ઉર્ધ્વગતિગમન અને લોકાન્તપ્રાપ્તિ થાય છે. એક જ સમયમાં સર્વકર્મક્ષય, દેહવિયોગ, ઉર્ધ્વગમન અને લોકાન્તપ્રાપ્તિ આ ચારે કાર્યો સાથે જ થાય