________________
અધ્યાય : ૧૦, સૂત્ર-૪
૩૮૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ભાવો છે. તેમાંથી માત્ર એક ભવ્યત્વ જ ચાલ્યું જાય છે. કારણ કે, ભવ્યત્વનો અર્થ મુક્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતા. પરંતુ જ્યારે મુક્તિ પ્રાપ્ત થઇ જ જાય છે ત્યારે યોગ્યતાનો વ્યવહાર રહેતો જ નથી. તેથી ભવ્યત્વ ભાવનો અભાવ થાય છે. શેષ પારિણામિક ભાવો હોય છે.
ક્ષાયિકભાવ પણ જો કે, કર્મસાપેક્ષ છે તો પણ કર્મોના ક્ષયરૂપે (અભાવરૂપે) અપેક્ષિત છે. તેથી મુક્તાવસ્થામાં તે ક્ષાયિકભાવ રહે છે. તેથી ક્ષાયિકસમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સર્વકર્મોના ક્ષયજન્ય સિદ્ધત્વ આ ચાર ભાવો મુક્તાવસ્થામાં પણ વિદ્યમાન છે. કારણ કે તે આત્માના ગુણરૂપ છે. તેથી તે ચાર ભાવોને વર્જીને શેષ ઔપમિકાદિ અને ભવ્યત્વનો અભાવ થવાથી મુક્તિ થાય છે.
શંકા ઃ ક્ષાયિકભાવના સૂત્ર ૨-૪માં કહેલા નવ ભેદોમાંથી વર્ષનીય એવા સમ્યક્ત્વ જ્ઞાન-દર્શન અને સિદ્ધત્વની સાથે ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિકવીર્ય વિગેરે છ ભેદોનો ઉલ્લેખ કેમ ન કર્યો ? સમ્યક્ત્વાદિની જેમ આ છ ભાવોને પણ વર્જીને શેષ ભાવોનો અભાવ મુક્તિમાં જણાવવો જોઇએ.
ન
સમાધાન : ક્ષાયિકચારિત્ર, ક્ષાયિકવીર્ય વગેરે શેષ જે ક્ષાયિકભાવના ભેદો છે તેનો ‘‘સિદ્ધત્વ’ ભેદમાં સમાવેશ કરી લેવો એટલે સૂત્રમાં કહેલા ચાર ભેદનું જેમ વર્જન કર્યું છે, તેમ શેષ ક્ષાયિકભાવોનું પણ અભાવમાં વર્જન સમજી લેવું.
શંકા : ક્ષાયિકભાવના સૂત્ર ૨-૪ માં કહેલા નવ ભેદોમાં સિદ્ધત્વભેદ તો આવ્યો જ નથી. તો ક્ષાયિકભાવમાં ગણાય કે કોઇ બીજા ભાવમાં ગણાય ?
સમાધાન : ક્ષાયિકભાવના નવ ભેદ જે કહ્યા છે તે મુખ્યત્વે ઘાતીકર્મને આશ્રયી કહ્યા છે. પરંતુ વાસ્તવિકપણે ક્ષાયિકભાવના નવ ભેદ નથી. કારણ કે, જેમ ઘાતીકર્મનો ક્ષય થવાથી સૂત્ર ૨-૪માં કહેલા નવ ભાવો આ જીવને પ્રાપ્ત થાય છે તેમ અઘાતીકર્મોના ક્ષયજન્ય અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુ ઇત્યાદિ ભાવો પણ ક્ષાયિકભાવ જ છે અને આઠે કર્મોના ક્ષયજન્ય સિદ્ધત્વ પણ ક્ષાયિકભાવનો જ ભેદ છે.
માટે આ સર્વે ક્ષાયિકભાવના ભેદો મુક્તાવસ્થામાં જ હોય છે, તે પણ સર્વે સિદ્ધજીવોમાં સમજી લેવા.
શંકા : સૌપમિાવિ પદમાં કહેલા અદ્દિ શબ્દથી ઔયિક અને ક્ષાયોપશમિક ભાવોનો અભાવ જેમ સમજી લેવાય છે તેમ તે આવિ શબ્દથી મવ્યત્વ નો પણ અભાવ સમજી શકાય છે તો ભવ્યત્વ નો જુદો ઉલ્લેખ શા માટે કર્યો ?