________________
અધ્યાય : ૧૦, સૂત્ર-૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૧૦-૪) પ્રયોજન : પાંચ પ્રકારના ભાવોમાંથી કયા ભાવોનો અભાવ થતાં
મોક્ષ થાય છે. તેનો નિર્દેશ કરે છે.
૩૮૨
औपशमिकादि - भव्यत्वाभावाच्यान्यत्र વલસમ્યવત્વ-જ્ઞાન-વર્ણન-સિલ્વેભ્યઃ
ઔપશમિકાદિ-ભવ્યત્વાભાવાચ્ચાન્યત્ર કેવલસમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-સિદ્ધત્વેભ્યઃ
ઔપશમિક આદિ-ભવ્યત્વ-અભાવાત્ ચ અન્યત્ર કેવલ-સમ્યક્ત્વ-જ્ઞાન દર્શન-સિદ્ધત્વેભ્યઃ
१०-४
=
૧૦-૪
૧૦-૪
શબ્દાર્થ : ઔપશમિકાદિ
ઔપમિક વગેરે પાંચે ભાવો, ભવ્યત્વ = એક પ્રકારનો પારિણામિક ભાવ, અન્યત્ર = સિવાયના, કેવલ કેવળ, સમ્યક્ત્વ = સમ્યક્દર્શન, જ્ઞાન = કેવળજ્ઞાન, દર્શન = કેવળદર્શન, સિદ્ધત્વ = સિદ્ધપણુ.
સૂત્રાર્થ : ક્ષાયિક સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ આટલા ભાવો વિના શેષ ઔપમિક આદિ ભાવો અને ભવ્યત્વભાવનો અભાવ થવાથી મોક્ષ થાય છે.
ભાવાર્થ : આત્મા જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપશમિકઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવોમાંથી કેટલા ભાવો રહે અને કેટલા ભાવોનો અભાવ થાય તે આ સૂત્રમાં જણાવે છે.
ઔપમિકભાવ, ક્ષાયોપશમિકભાવ અને ઔદાયિકભાવ, આ ત્રણ ભાવો કર્મોની અપેક્ષાવાળા હોવાથી અને આ આત્માને સર્વથા કર્મો ન હોવાથી, આ ત્રણ ભાવો બિલકુલ હોતા જ નથી. પરંતુ ક્ષાયિક અને પારિણામિક ભાવની બાબતમાં કંઇક ભિન્નતા છે. પારિણામિકભાવમાં માત્ર ભવ્યત્વનો જ અભાવ થાય છે. (અભવ્યત્વ તો છે જ નહીં). તેથી જીવત્વ, ચૈતન્યત્વ, અસ્તિત્વ, અસંખ્યપ્રદેશત્વ ઇત્યાદિ બીજા ઘણા પારિણામિક ભાવો મોક્ષાવસ્થામાં પણ ચાલુ રહે છે. જો કે પારિણામિક ભાવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ ઉત્તરભેદો પ્રસિદ્ધ છે. પરંતુ સૂત્ર ૨-૭ માં લખેલા આવિ શબ્દથી અસ્તિત્વ, ચૈતન્યત્વ, અસંખ્યપ્રદેશત્વ વગેરે બીજા પણ ઘણા પારિણામિક