________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૩
૩૮૧ દસમાં ગુણસ્થાનકના અંતે મોહનીયકર્મનો ક્ષય થવાથી બારમા ગુણસ્થાનકે આત્માને વીતરાગતા પ્રાપ્ત થાય છે અને બારમાના અંતે શેષ ત્રણ ઘાતકર્મોના ક્ષય થવાથી તેરમા ગુણઠાણે સર્વજ્ઞતા ગુણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વીતરાગતા અને સર્વજ્ઞતા ગુણ આવવા છતાં વેદનીય આદિ ચાર અઘાતી કર્મો હજુ કંઇક અંશે બાકી હોવાથી સર્વકર્મના ક્ષય સ્વરૂપ આત્મત્તિક ક્ષય ન હોવાથી મુક્તિ થતી નથી. તેથી તે બાકી રહેલા અઘાતી કર્મોનો ક્ષય કરવા માટે ધર્મદેશના આપવાનું કાર્ય કરતા છતા ઔદયિકભાવ પ્રમાણે વિચરે છે. જો વેદનીયાદિ કર્મ વધારે હોય તો અંતે કેવલીસમુદ્યાત કરવા દ્વારા તે પૂર્વબદ્ધ સર્વ કર્મોનો ક્ષય કરે છે, ત્યારે જ સર્વ કર્મોનો આત્મત્તિક ક્ષય થયો કહેવાય છે. તેનાથી જ આત્માની મુક્તિ થાય છે અને જન્મ-મરણનું અનાદિનું ચક્ર અટકે છે.
સૂત્ર (૧૦-૩) પ્રયોજન મોક્ષનું સ્વરૂપ જણાવે છે.
कृत्स्नकर्मक्षयो मोक्षः ૨૦-૩ કૃમ્નકર્મક્ષયો મોક્ષ
૧૦-૩ કૃત્ન-કર્મ-ક્ષયઃ મોક્ષઃ ૧૦-૩ શબ્દાર્થઃ કૃત્ન = સંપૂર્ણ, કર્મ = આઠ પ્રકારના કર્મ, ક્ષય = નાશ કરવો તે, મોક્ષ = સંપૂર્ણ મુક્તિ.
સૂત્રાર્થ સર્વ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
ભાવાર્થ કૃત્ન એટલે સર્વ. બધા જ કર્મોનો સંપૂર્ણપણે ક્ષય મોક્ષ કહેવાય છે. બધા જ કર્મોનો ક્ષય થવાથી આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવો અને સ્ફટિક જેવો અતિશય નિર્મળ બને છે. કર્મો નાશ થવાથી ફરીથી જન્મ-મરણરૂપ સંસાર આવતો નથી. જેમ બીજ બળી જવાથી અંકુરા ઉગતા નથી. તેમ બંધહેતુ ન હોવાથી કર્મબંધ થતો નથી અને પૂર્વબદ્ધ સર્વે કર્મોની નિર્જરા થયેલી હોવાથી સર્વથા કર્મ રહિત થયેલ આ આત્માને ફરી સંસાર આવતો નથી.