________________
૩૮)
અધ્યાય : ૧૦, સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રાર્થ: બંધહેતુઓના અભાવથી અને નિર્જરાથી કર્મોનો આત્મત્તિક ક્ષયથાય છે.)
ભાવાર્થ એક વખત બંધાયેલું કર્મ ક્યારેક તો ક્ષય પામે જ છે. પણ તે જાતનું કર્મ ફરી બંધાવાનો સંભવ હોય અથવા તે જાતનું કોઇ કર્મ હજુ બાકી હોય, ત્યાં સુધી તે કર્મનો આત્મત્તિક ક્ષય થયો છે એમ ન કહેવાય.આત્મત્તિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મનો ક્ષય અને નવા કર્મને બાંધવાની યોગ્યતાનો અભાવ. એક ઉદાહરણથી વિચારીએ.
જેમ કોઇ મકાનમાં પડેલો કચરો સાફ કરીએ, પણ બારી-બારણાં ખુલ્લાં હોય અને તેમાંથી આવતા પવન દ્વારા કચરો અંદર આવતો જ હોય તો તે મકાન સર્વથા કચરા વિનાનું બનતું નથી.
ઉપરના ઉદાહરણનો સાર એ જ છે કે, જો નવા કર્મોનું આગમન ચાલુ રહે તો, કર્મનો થતો ક્ષય એ આત્મત્તિક ક્ષય કહેવાતો નથી.
મોક્ષની સ્થિતિ કર્મના આત્મત્તિક ક્ષય વિના સંભવતી જ નથી. આવા આત્યન્તિક ક્ષય થવાના બે કારણે સૂત્રકાર મહર્ષિ આ સૂત્રમાં રજુ કરે છે.
(૧) બંધહેતુઓનો અભાવ અને (૨) નિર્જરા.
બંધહેતુઓનો અભાવ થતાં નવા કર્મોનો બંધ અટકે છે અને નિર્જરાથી પ્રથમના બંધાયેલા કર્મોનો અભાવ થાય છે.
કર્મબંધનાં જે જે કારણો છે તે તે કારણોનો જો અભાવ કરીએ અને જો પૂર્વબદ્ધ કર્મોનો નાશ ન કરીએ તો આત્મા શુદ્ધ બને નહીં અને તેના વિના મુક્તિ પ્રાપ્ત થાય નહીં. તેથી આત્મત્તિક કર્મક્ષય માટે પૂર્વબદ્ધકર્મોની નિર્જરા પણ આવશ્યક છે. આ પ્રમાણે કર્મોના આત્મત્તિક ક્ષય માટે અને આત્માની સર્વથા શુદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે (૧) બંધહેતુનો અભાવ અને (૨) નિર્જરા આ બે કારણો જરૂરી છે. જેની ચર્ચા ઉપર કરી છે.
કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કારણો (હતુઓ) સૂત્ર ૮-૧ માં જણાવેલ છે. સંવરના પ૭ ભેદોમાંથી યથાયોગ્ય ભેદોના આસેવન દ્વારા તે પાંચ કારણોનો અભાવ કરી શકાય છે અને સૂત્ર ૯-૧૯ થી ૯-૪૬ સુધીમાં વર્ણવેલા બાહ્ય-અભ્યત્તર તપના આસેવન દ્વારા નિર્જરા પણ કરી શકાય છે. આ બંને કારણોની પ્રાપ્તિથી સર્વ કર્મોનો આત્મત્તિક ક્ષય અર્થાતુ મોક્ષ થાય છે.