________________
૩૭૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૧૦, સૂત્ર-૨
પહેલા મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થાય. પછી અંતર્મુહૂર્ત સુધી તે જીવ છબી વીતરાગ રહે છે. પછી એકી સાથે જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે અને જીવ સર્વજ્ઞ-સર્વદર્શી અર્થાત્ સયોગી કેવળી અવસ્થાને પ્રાપ્ત કરે છે.
શંકાઃ ચાર ઘાતકર્મોના ક્ષયથી આત્મામાં તે તે ઘાતકર્મો વડે ઢંકાયેલા આવાય) એવા ચાર ગુણો પ્રગટ થવા જોઇએ. પરંતુ આ સૂત્રમાં તો માત્ર કેવળજ્ઞાન પ્રગટે છે. એમ કેમ કહ્યું?
સમાધાનઃ જીવના અનેક ગુણો હોવા છતાં ચૈતન્યગુણ સર્વગુણોમાં મુખ્યગુણ છે. તે ચૈતન્યશક્તિ સામાન્ય બોધરૂપ અને વિશેષ બોધરૂપ એમ બે પ્રકારની છે. તે બન્ને પ્રકારની ચૈતન્યશક્તિનો સમુચ્ચયરૂપે વેવતમ્ શબ્દમાં ઉલ્લેખ છે. તેથી ઢંકાયેલા ગુણોમાં કેવલ ઉપયોગની પ્રધાનતા હોવાથી અહીં તેનો જ ઉલ્લેખ કર્યો છે.
ઉપયોગની બાબતમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની દૃષ્ટિએ સમયાન્તરે ઉપયોગ હોય છે. પ્રથમ સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ અને બીજા સમયે કેવલદર્શનનો ઉપયોગ એમ સમયાન્તરે આ ઉપયોગ સદા હોય છે. કેટલાક આચાર્યો એમ માને છે કે એક જ સમયે બંન્ને ઉપયોગ સાથે હોય છે. એક સમયમાં બે ઉપયોગ સાથે ન હોય” એ વાત છઘસ્થની અપેક્ષાએ છે. એમ તેઓનું કહેવું છે.
સિદ્ધસેન દિવાકરસૂરિજીની દૃષ્ટિએ એક સમયમાં “કેવલોપયોગ” અર્થાત્ એક જ ઉપયોગ હોય છે. કેવલી અવસ્થામાં જ્ઞાન અને દર્શન જેવો ભેદ હોતો જ નથી.
સૂત્ર (૧૦-૨) પ્રયોજન કર્મનો આત્મત્તિક ક્ષય કઈ રીતે થાય? તેના કારણો જણાવે છે.
बन्धहेत्वभावनिर्जराभ्याम् ૨૦-૨ બધહેત્વભાવનિર્જરાભ્યામ્ ૧૦-૨
બધ હેત્વભાવ નિર્જરાભ્યામ્ ૧૦-૨ શબ્દાર્થ બન્ધ હેત્વભાવ = બંધના હેતુઓનો અભાવ, નિર્જરાભ્યામ્ = કર્મોનું ખરી જવું.