________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૯
૩૬૩ પુલાક અને કષાયકુશીલના સંયમસ્થાનો સૌથી જઘન્ય છે.
અસંખ્યાત સંયમસ્થાન સુધી બંને સાથે જ જાય છે. ત્યારબાદ પુલાક અટકે છે. પરંતુ કષાયકુશીલ અસંખ્યાત સ્થાન સુધી જાય છે.
ત્યારપછી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એક સાથે આગળ જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે. ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી જઇને કષાયકુશીલ અટકે છે.
ત્યારપછી અકષાય અર્થાત્ માત્ર યોગ નિમિત્તક સંયમ સ્થાનો આવે છે જેને નિર્ઝન્ય પ્રાપ્ત કરી શકે છે. તે પણ તેવા અસંખ્યાત સ્થાન સેવી અટકે છે.
ત્યારપછી એક જ છેલ્લે સર્વોપરિ, વિશુદ્ધ અને સ્થિર સંયમસ્થાન આવે છે. જેને સેવીને સ્નાતક નિર્વાણ પ્રાપ્ત કરે છે.
આ સંયમ સ્થાનોમાં પૂર્વ - પૂર્વના સંયમ સ્થાનથી પછી પછીના સંયમ સ્થાનમાં સંયમ વિશુદ્ધિ અનંતગુણી હોય છે.
શંકા : મૂલગુણ અને ઉત્તરગુણ ક્યા છે?
સમાધાન : મૂલગુણ એટલે પાંચ મહાવ્રતો. ઉત્તરગુણ એટલે શય્યાતરપિંડ, રાજ્યપિંડ, અગ્રપિંડ અને નિત્યપિંડ. સંક્ષેપમાં દરેકના અર્થ નીચે પ્રમાણે છે.
શય્યાતરપિંડઃ જેના ઘરમાં સાધુ ભગવંત રાત્રે રોકાયા હોય તેના ઘરનો આહાર બીજા દિવસે સાધુને ન ખપે.
રાજ્યપિંડ : રાજાના ઘરનો આહાર મુનિને ન કલ્પ (ખપે).
અગ્રપિંડ : તૈયાર થયેલી રસોઈમાંથી અગ્રિમ ભાગ ન વહોરાવાય અથવા વહોરાવો તો મુનિને ન ખપે.
નિત્યપિંડ : દરરોજ એક જ ઘરમાંથી આહાર સાધુ ભગવંતને ન ખપે.