SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂક્ષ્મસંપરાય વાળા કષાયકુશીલને, નિર્પ્રન્થ મુનિઓને અને સ્નાતક મુનિઓને માત્ર શુક્લલેશ્યા જ હોય છે. અયોગી સ્નાતક મુનિઓ લેશ્યા વિનાના હોય છે. ૩૬૨ (૭) ઉપપાત ઃ- પાંચે પ્રકારના મુનિઓ મૃત્યુપામીને કઈ ગતિમાં અને ક્યાં સુધી ઉત્પન્ન થાય તેની વિચારણા કરવી. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બે રીતે વિચારવું. સ્નાતક સિવાયના પુલાક આદિ સર્વ સાધુઓ જઘન્યથી પલ્યોપમની સ્થિતિવાળા દેવ રૂપે પહેલા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ ઉપપાત – પુલાકનો સહસ્ત્રાર દેવલોકમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ સુધી છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અચ્યુત દેવલોક સુધી અનુક્રમે ૨૧-૨૨ સાગરોપમની સ્થિતિ પ્રમાણ હોય છે. કષાયકુશીલ તથા નિર્પ્રન્થનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમ સ્થિતિવાળા દેવ સુધી હોય છે. સ્નાતક તો નિર્વાણ પામીને મોક્ષમાં જ જનારા હોય છે. (૮) સ્થાન :- સ્થાન એટલે આત્માના સંક્લેશ-વિશુદ્ધિના પર્યાયોની તરતમતા. કષાયોનો નિગ્રહ અને યોગનો નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાનો બધી વખતે એક સરખો ન હોઈ શકે, તેમાં તરતમતા હોય છે. કષાય નિમિત્તક સંયમ સ્થાનો અસંખ્યાતાં કહ્યાં છે. જ્યાં સુધી કષાયનો લેશ પણ સંબંધ હોય ત્યાં સુધીનાં સંયમ સ્થાનો કષાય નિમિત્તક અને ત્યારપછીના સ્થાનો યોગ નિમિત્તક સમજવાં. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને છેલ્લુ સંયમ સ્થાન સમજવું. નિર્પ્રન્થ અને સ્નાતકમાં કષાયોનો અભાવ હોવાથી નિષ્કષાયત્વ (કષાયના અભાવ) રૂપ વિશુદ્ધિ બન્નેમાં સમાન હોવા છતાં યોગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩મા ગુણસ્થાને યોગનો વ્યાપાર હોય છે. ચૌદમા ગુણઠાણે યોગનો સર્વથા અભાવ હોય છે. પાંચ પ્રકારના સંયમીઓમાં સંયમસ્થાનો નીચે પ્રમાણે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy