SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૯ ૩૬૧ કુશીલ મુનિઓમાં પ્રતિસેવનાકુશીલ મુનિઓ આહારના દોષો સેવે છે. બાકીના કષાયકશીલ નિર્ચન્થ અને સ્નાતક મુનિઓ ઉપશાન્તમોહ અને ક્ષીણમોહવાળા હોવાથી તથા મોહરહિત હોવાથી દોષ વિનાના હોય છે. (૪) તીર્થ :- તીર્થકર ભગવંતોએ સ્થાપેલા તીર્થના કાળમાં હોય ? કે તીર્થ વિનાના કાળમાં હોય? તેની વિચારણા કરવામાં આવે છે. તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન પામ્યા પછી ચતુર્વિધ શ્રીસંધની સ્થાપના કરે છે. તે સંઘને તીર્થ કહેવાય છે. ચતુર્વિધ સંઘરૂપ તીર્થ વિચ્છેદ થાય ત્યાં સુધી તીર્થ છે એમ સમજવું. તીર્થ સ્થપાયા પહેલા અને તીર્થનો વિચ્છેદ થયા પછીનો કાળ અતીર્થ કહેવાય છે. તીર્થના કાળમાં પાંચ પ્રકારના મુનિઓ હોય છે. અતીર્થના કાળમાં મરુદેવા માતાની જેમ કષાયકુશીલ નિર્ગસ્થ અને સ્નાતક મુનિઓ ક્વચિત હોઈ શકે છે. (૫) લિંગ - લિંગ એટલે નિર્ઝન્થનું ચિહ્ન. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ દ્રવ્યલિંગ :- રજોહરણ, મુહપત્તિ યુક્ત વેષ આદિ બાહ્ય સ્વરૂપ ભાવલિંગ :- જ્ઞાન, દર્શન, ચારિત્રગુણ. પાંચ પ્રકારના સાધુઓને ભાવલિંગ અવશ્ય હોય છે. પરંતુ દ્રવ્યલિંગ તો પાંચમાં હોય કે ન પણ હોય. ટૂંકા કાળવાળાને (મરુદેવામાતા) હોય અથવા ન હોય પણ દીર્ઘકાળવાળાને અવશ્ય હોય જ. (૬) લેશ્યા - કૃષ્ણ, નીલ, કાપોત આદિ છ લશ્યામાંથી ક્યા મુનિને કઈ લેશ્યા અને કેટલી વેશ્યા હોય ? તે વિચારવું. પુલાકમુનિઓ લબ્ધિયુક્ત હોવાથી તેજો, પદ્મ અને શુક્લ એમ ત્રણ શુભ લેશ્યાવાળા હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિઓ શિથીલ આચારવાળા અને પ્રમાદવાળા હોવાથી તેમને છ લેગ્યા હોય છે. કષાયકુશીલમાં સામાયિક, છેદોપસ્થાપ્ય અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને તેજો, પદ્મ અને શુક્લ એમ ત્રણ શુભ લેશ્યા હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy