SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ કષાયકુશીલ મુનિઓને (કષાયમાં સંજવલન કષાય દસમા ગુણઠાણા સુધી હોવાથી) સામાયિક અને છેદોપસ્થાપ્ય તો હોય છે તદ્ઉપરાંત પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર પણ હોય છે. નિર્પ્રન્થ અને સ્નાતક મુનિઓને યથાખ્યાત ચારિત્ર હોય છે. ૩૬૦ (૨) શ્રુત :- અહીં શ્રુત શબ્દ શ્રુતજ્ઞાનના અર્થમાં વપરાયો છે. ક્યા મુનિઓને જઘન્યથી કેટલું શ્રુતજ્ઞાન હોય અને ઉત્કૃષ્ટથી કેટલું શ્રુતજ્ઞાન હોય ? ઉત્કૃષ્ટ :- પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ પ્રકારના સાધુઓ ઉત્કૃષ્ટથી દશ પૂર્વધર હોય છે. કષાય કુશીલ અને નિગ્રન્થ સાધુઓ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય છે. જઘન્ય :- પુલાક મુનિઓ લબ્ધિધારી છે તેથી તેઓને આઠ પૂર્વથી અધિક શ્રુત હોય છે. બકુશ, કુશીલ અને નિગ્રન્થ મુનિઓને જઘન્યથી અષ્ટપ્રવચન માતા જેટલું જ શ્રુત હોય છે. સ્નાતક મુનિઓ કેવળજ્ઞાની હોવાથી, તેમને જઘન્ય કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ન હોવાથી તે શ્રુતરહિત હોય છે. (૩) પ્રતિસેવના :- પ્રતિસેવનાનો અર્થ સામાન્યથી વિરાધના (અપવાદ સેવવા, અતિચારો લગાડવા, દોષો સેવવા) એવો અર્થ થાય છે. પુલાક મુનિઓ સામાન્યથી અતિચારો લગાડતા નથી. પ્રતિસેવના લેતા નથી. પરંતુ કોઈ રાજા આદિનો બળાત્કાર થાય અથવા શાસનની અવહેલના થતી હોય તો તે અટકાવવા મહાવ્રતોમાં પણ અચિતારો લગાડે છે. જેમ વિષ્ણુકુમાર મુનિએ નમુચિના પ્રહાર માટે એક લાખ યોજનનું શરીર બનાવ્યું હતું. બકુશમુનિઓમાં ઉપકરણ બકુશ ઉપકરણ સંબંધી દોષો સેવે છે. રંગબેરંગી, જુદા જુદા મનગમતા આકારના અને મુલ્યવાન વસ્ત્રો અને પાત્રો મેળવવામાં ઉત્સુક હોય છે. સારા મળે તો આનંદ પામનારા અને નબળા મળે તો ખેદ પામનારા. ઉપકરણોની સાફસુફીમાં જ ઓતપ્રોત રહી દોષો સેવે છે. શરીર બકુશ મુનિઓ શરીર સંબંધી દોષો સેવે છે. શરીર સાફસુફ રાખવું, દંતશુદ્ધિ, મુખશુદ્ધિ વારંવાર કરવી ઈત્યાદિ અતિચારો સેવે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy