________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૯
૩૫૯ અયોગી સ્નાતક - ચૌદમા ગુણઠાણે રહેલા અયોગી કેવળી ભગવાન્ અયોગી સ્નાતક કહેવાય છે.
સૂત્ર (૯-૪૯) પ્રયોજન :- પુલાક આદી પાંચ પ્રકારના નિર્ગળ્યો સંબંધિ આઠ પ્રકારે વિશેષ વિચારણા પણ શાસ્ત્રમાં કરેલી છે.
संयमश्रुतप्रतिसेवनातीर्थलिंगलेश्योपपातस्थानविकल्पतःसाध्याः ૬-૪૬ સંયમશ્રુતપ્રતિસેવનાતીર્થલિંગલેશ્યોપપાતસ્થાનવિકલ્પતઃસાધ્યાઃ ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગલેશ્યા-ઉપપાત-સ્થાન-વિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯
શબ્દાર્થ:- સંયમ = સામાયિક આદિ પાંચ ચારિત્ર, શ્રુત = શ્રુતજ્ઞાન, પ્રતિસેવના = વિરાધના, તીર્થ = શાસન, લિંગ = ચિન, લેશ્યા = મનના પ્રતિભાવો, ઉપપાત = ઉત્પત્તિસ્થાન, સ્થાન = સંયમના પ્રકારો, વિકલ્પતઃ = વિકલ્પોથી, ભેદથી, સાધ્યા = વિચારણા કરવી.
સૂત્રાર્થ - સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારોથી (નિર્ગળ્યો સંબંધી વિશેષ) વિચારણા કરવી જોઈએ.
ભાવાર્થ:- સૂત્ર ૯-૪૮માં પાંચ પ્રકારના મુનિઓ કહ્યા છે. તે મુનિઓ સંબંધી વિશેષ સ્વરૂપ જાણવા માટે આ સૂત્રમાં કહેલાં આઠ દ્વારો વિચારવાં.
(૧) સંયમ :- સંયમ એટલે ચારિત્ર. સૂત્ર ૯-૧૮માં સામાયિક, છેદોપસ્થાય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર કહ્યા છે. તેમાંથી કયા કયા સાધુને કહ્યું કયું ચારિત્ર હોય? તે વિચારવું.
પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ શિથીલ આચારવાળા અને પ્રમાદયુક્ત હોવાથી સામાયિક અને છેદોપસ્થાપ્ય એમ બે પ્રકારના ચારિત્રવાળા હોય છે.