________________
૩૫૮
અધ્યાય : ૯, સૂત્ર-૪૮
આભોગ :- જાણવા છતાં દોષોનું સેવન કરે
અનાભોગ :- અજાણતા દોષોનું સેવન કરે
સંવૃત્ત :- પ્રગટપણે બીજા લોકો દેખે તેવીરીતે દોષોનું સેવન કરે
અસંવૃત્ત :- કોઈ ન દેખે તેમ છૂપી રીતે દોષોનું સેવનકરે
=
સૂક્ષ્મ ઃ- અલ્પ પ્રમાદ સેવે.
(૩) કુશીલ :- કુશીલ એટલે અયોગ્ય આચરણવાળા. સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દુષિત હોય. તેના બે ભેદ છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
પ્રતિસેવનાકુશીલ :- પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તરગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે, ચારિત્રને મલીન કરે.
કષાય કુશીલ :- ચારિત્ર લેવા છતાં સંજવલન કષાયના ઉદયથી જ્ઞાનાદિ ગુણોની આરાધનામાં અતિચારો લગાડે, દોષો લગાડે, કષાયો કરે.
(૪) નિગ્રન્થ ઃ- ગ્રન્થ એટલે ગાંઠ. તે બે પ્રકારની છે. બાહ્ય ગ્રંથિ અને અત્યંતર
ગ્રંથિ
પૌદ્ગલિક સાધન સામગ્રી તે બાહ્ય ગ્રંથિ અને મોહ - માયા - મમતા અને રાગ દ્વેષ આદિ અત્યંતર ગ્રંથિ. આ બન્ને ગ્રંથિ જેણે દૂર કરી છે તે નિર્પ્રન્થ મુનિ કહેવાય છે. તેના ક્ષપક અને ઉપશમક એમ બે ભેદ છે.
ઉપશમક નિર્પ્રન્થ ઃ- ઉપશમશ્રેણીમાં વર્તતા અને ઉપશાન્તમોહ ગુણસ્થાને પહોંચેલા મુનિઓ મોહને ઉપશમાવવા દ્વારા નિર્પ્રન્થ બન્યા છે.
ક્ષપકનિÁન્થ :- ક્ષપકશ્રેણીમાં વર્તતા અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાને પહોંચેલા મુનિઓ મોહનો ક્ષય કરવા દ્વારા નિર્પ્રન્થ બન્યા છે.
:
(૫) સ્નાતક ઃ- રાગ-દ્વેષ આદિ અત્યંતર મલોને અતિશયપણે દૂર કરનારા. જેમ સ્નાનથી શરીરનો મેલ દૂર થાય તેમ આત્માનો મેલ જેમણે ચારિત્રના બળે દૂર કર્યો છે તે સ્નાતક.
સ્નાતકના બે ભદે છે. સયોગી સ્નાતક અને અયોગી સ્નાતક.
સયોગી સ્નાતક ઃ- સર્વથા મોહ-અજ્ઞાન આદિ દોષો દૂર કર્યા છે. તે તેરમા ગુણઠાણે રહેલા સયોગી કેવળી ભગવાન્ સયોગી સ્નાતક કહેવાય છે.