SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૮ સેવાપુલાક :- રત્નત્રયીની આરાધનામાં વિના કારણે દોષો સેવે - અતિચારો લગાડે, તેના પાંચ ભેદ છે. જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક અને સૂક્ષ્મપુલાક જ્ઞાનપુલાક:- યોગ્ય કાલે ન ભણે, વિનયથી ન ભણે, ભણાવનાર વિદ્યાગુરુનો આદરભાવ ન રાખે, વિશિષ્ટ સૂત્રો માટે શાસ્ત્રોમાં જણાવેલી યોગોદ્ધહન આદિ ક્રિયા વિના ભણે, મૂળપાઠ અશુદ્ધ કરે. સૂત્રોના અર્થ અનુચિત કરે. દર્શનપુલાકઃ- સમ્યકત્વગુણમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા વગેરે અતિચારો લગાડે. ચારિત્રપુલાક :- સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોમાં અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોમાં અતિચારો લગાડે. લિંગપુલાક :- શાસ્ત્રોક્ત સાધુવેષને બદલે નિષ્કારણ મનકલ્પિત બીજા લિંગને (વેશને) ધારણ કરે. સૂક્ષ્મ પુલાક - મનમાં સંકલ્પ - વિકલ્પ દ્વારા સૂક્ષ્મ અતિચારો લગાડે. (ર) બકુશ :- બકુશ એટલે રંગબેરંગી ચિત્ર-વિચિત્ર. જે મુનિઓનું ચારિત્ર વિશુદ્ધિ અને અશુદ્ધિથી મિશ્ર હોય તે બકુશ. તેના બે ભેદ છે. શરીર બકુશ અને ઉપકરણ બકુશ. શરીર બકુશ - જે મુનિઓ શરીરની સેવા, સંભાળ અયોગ્ય રીતે કરે તે શરીર બકુશ. જેમ કે હાથ પગ ધુએ, મેલ ઉતારે, મોઢું ધુએ, દાંતની ચમક રાખે. વાળ ઓળે ઈત્યાદિ સાધુપણાને અનુચિત શારીરિક સેવા કરે. તે શરીર બકુશ. ઉપકરણ બકુશ - ઉપકરણો ઉપર મમતા રાખે. જેમ કે દાંડાને અને પાત્રોને રંગથી તથા તેલ આદિથી ચમકવાળા રાખે. વસ્ત્રો અતિશય ઉજળા રાખે. બીનજરૂરી સાધનો ભેગાં કરે અને તેની મમતાપૂર્વક સારસંભાળ રાખે. વધારે ઉપધિ રાખે. બન્ને પ્રકારના મુનિઓ ચારિત્ર પાળવામાં અને ક્રિયા કરવામાં શિથિલ હોય છે. તેઓનું મન હંમેશાં શરીરની અને ઉપકરણોની વિભૂષા કરવામાં જ હોય છે. બાહ્ય, આડંબર, માનસન્માન અને પોતાની પ્રસિદ્ધિમાં જ પોતાનું મન હોય છે. શારીરિક સુખસગવડતા અને આરામદાયક જીવનની ઈચ્છાવાળા હોય છે. આ બકુશમુનિના બીજી રીતે પાંચ ભેદ પણ હોય છે. આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy