________________
અધ્યાય : ૯, સૂત્ર-૪૮
૩૫૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ગુણસ્થાનકે આરૂઢ થાય તે ગુણો વડે કર્મોના ક્ષય માટે થતી ગુણશ્રેણી તે સાતમી ગુણશ્રેણી. આ ગુણશ્રેણી અગિયારમા (૧૧) ગુણસ્થાનકે હોય છે.
(૮) ક્ષપક :- ચારિત્ર મોહનીયની દર્શનસપ્તક વિનાની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં જે શ્રેણી માંડે તે ક્ષપક નામની આઠમી ગુણશ્રેણી છે. દર્શનસપ્તકની સાત પ્રકૃતિઓ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં ખપાવેલી છે. આ ગુણશ્રેણી ૮-૯-૧૦ ગુણઠાણે
હોય છે.
(૯) ક્ષીણમોહ :- સર્વથા મોહનીય કર્મનો જેણે ક્ષય કર્યો છે તે બારમું (૧૨) ગુણસ્થાનક તે સમયે જે ગુણશ્રેણી થાય તે નવમી ગુણશ્રેણી.
(૧૦) જિન ઃ- તેરમા - ચૌદમા ગુણસ્થાનકવાળા કેવલી ભગવાન અઘાતી કર્મો ખપાવવાની જે ગુણશ્રેણી રચે તે દશમી ગુણશ્રેણી.
ઉપરની દશ ગુણશ્રેણીઓમાં સયોગી - અયોગી એમ બે ગુણશ્રેણીઓને સાથે ગણીને જિન તરીકેની એક ગુણશ્રેણી ગણીને સૂત્રમાં દશ (૧૦) ગુણશ્રેણી જણાવી છે. કર્મગ્રંથોમાં સયોગી જિન અને અયોગી જિન અલગ અલગ ગણતાં અગિયાર (૧૧) ગુણશ્રેણી વર્ણવેલી છે.
સૂત્ર (૯-૪૮) પ્રયોજન :- ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદો સૂત્રકાર
:
જણાવે છે.
૨-૪૮
પુણા-વીશ-શીત-નિગ્રંથ-સ્નાતા-નિર્પ્રન્થા: પુલાક-બકુશ-કુશીલ-નિગ્રન્થ-સ્નાતકા નિગ્રન્થાઃ પુલાક-બકુશ-કુશીલ-નિગ્રન્થ-સ્નાતકા નિગ્રન્થાઃ
૯-૪૮
૯-૪૮
શબ્દાર્થ :- પુલાક = જિનકથિત આગમથી પતિત ન થનાર, બકુશ = આચારમાં
--
શિથિલ પણ જિન શાસન પર પ્રીતિવાળા, કુશીલ = સંયમ પાલનમાં પ્રવૃત્ત, પણ ઉત્તરગુણ ન પાળી શકે તેવા મુનિ, નિર્પ્રન્થ = વિચરતા વીતરાગ છદ્મસ્થ. સ્નાતક = સયોગી કેવળી.