SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ અધ્યાય : ૯, સૂત્ર-૪૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આ દશ ગુણશ્રેણીઓ નીચે પ્રમાણે છે. (૧) સમ્યગ્દષ્ટિ (ગુણશ્રેણી) - પરમાત્માના વચનો ઉપરની પ્રીતિ – શ્રદ્ધા સ્વરૂપ “સમ્યગ્દર્શન' જીવને પ્રાપ્ત થયું હોય પરંતુ દેશવિરતિ કે સર્વવિરતિ નામનો ગુણ જે જીવને પ્રાપ્ત થયો નથી અર્થાત અવિરત સમ્યગ્દષ્ટિ નામનું ચોથુ ગુણસ્થાનક જીવને છે. તે જીવને સમ્યક્ત નામના ગુણના બળે સ્થિતિઘાત - રસઘાત આદિ દ્વારા ઉપરના ભાગથી સ્થિતિ તુટીને ઉદય સમયથી અસંખ્યાત ગુણાકારે ગોઠવાય અને ઉદયગત દલિકની સાથે ભોગવાઈને નાશ પામે છે. તે પ્રથમ ગુણશ્રેણી. (ર) શ્રાવક (દેશવિરતિ ગુણશ્રેણી) - પાંચ અણુવ્રત આદિ અંશથી વિરતિ જે જીવને પ્રાપ્ત થઈ છે. તે પાંચમા ગુણસ્થાનકવાળા જીવની દેશવિરતિ નામના ગુણના પ્રતાપે જે શ્રેણી બને તે બીજી ગુણશ્રેણી (૩) વિરત (સર્વવિરતિ ગુણશ્રેણી) - સંસારના સાવદ્યભાવોનો ત્યાગ કરી પાંચ મહાવ્રત સ્વરૂપ સર્વવિરતિ ગુણ જે મહાત્માઓએ સ્વીકાર્યો છે તેઓની સર્વવિરતિ ગુણના પ્રતાપે જે ગુણશ્રેણી થાય તે ત્રીજી ગુણશ્રેણી. (૪) અનન્તવિયોજક - અનંતાનુબંધી ચાર કષાયોનો જે આત્મા સત્તામાંથી સંપૂર્ણ નાશ કરે છે અને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃત્તિઓનો નાશ કરતો નથી તેવા આત્માની અનંતાનુબંધી ચાર કષાયોની વિસંયોજના (ક્ષય-નાશ) કરવા દ્વારા જે ગુણશ્રેણી બને તે ચોથી ગુણશ્રેણી. આ ગુણશ્રેણી ચારથી સાત ગુણઠાણામાં હોય છે. (૫) દર્શનમોહક્ષપક - અનંતાનુબંધી ચાર કષાયોનો નાશ કર્યા પછી અટકે નહીં, પરંતુ ત્રણ દર્શનમોહનીય કર્મનો પણ નાશ કરી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે તે પાંચમી ગુણશ્રેણી. (૬) મોહોપશમક:- ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓને ઉપશમાવતો જીવ ઉપશમશ્રેણીમાં આરોહણ કરે છે. તે મોહનો ઉપશમ કરવા દ્વારા જે ગુણશ્રેણી રચાય તે છટ્ટી ગુણશ્રેણી. આ ગુણશ્રેણી ઉપશમશ્રેણીમાં આઠથી દશ ગુણસ્થાનકોમાં હોય છે. (૭) ઉપશાન્ત મોહ :- મોહનીય કર્મની અઠ્ઠાવીસ (૨૮) કર્મ પ્રકૃતિઓ જે આત્માએ સર્વથા ઉપશમાવી છે અને ૮-૯-૧૦ ગુણસ્થાક સમાપ્ત કરીને અગિયારમા
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy