________________
૩૫૨
અધ્યાય : ૯, સૂત્ર-૪૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ બાહ્યતપ દ્વારા આહાર ઉપર મૂછ-મમતા ઓછી થાય છે. ઈચ્છાઓનો નિરોધ થાય છે. રસની લોલુપતા ઘટી જાય છે. બાહ્યતપ કરવાથી વધેલા સમયમાં ધ્યાન આદિ અત્યંતર તપની વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાયથી સંવેગ, નિર્વેદ તથા વૈરાગ્ય વધે છે. આ પ્રમાણે બાહ્યતપ પણ અભ્યત્તરતાનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ બને છે.
સૂત્ર (૯-૪૭) પ્રયોજન :- આત્મવિકાસની ભિન્ન ભિન્ન કક્ષાએ કોને કેટલી નિર્જરા થાય તેનો નિર્દેશ આ સૂત્રમાં કરે છે.
सम्यग्दृष्टि-श्रावक-विरतानन्तवियोजकदर्शनमोह - क्षपकोपशमकोपशान्तमोहक्षपक - क्षीणमोह - जिनाः क्रमशोऽसंख्येयगुणनिर्जराः ९-४७ સમ્યગ્દષ્ટિ - શ્રાવક- વિરતાનન્તવિયોજક - દર્શનમોહ - ક્ષપકોપશમકોપશાન્તમોક્ષપક - ક્ષણમોહ - જિનાઃ ક્રમશોડસંખ્યયગુણનિર્જરાઃ ૯-૪૭. સમ્યગ્દષ્ટિ - શ્રાવક- વિરત-અનન્તવિયોજક - દર્શનમોહક્ષપક-ઉપશમક-ઉપશાન્તમોહ-ક્ષપક - ક્ષીણમોહ - જિનાઃ ક્રમશઃ અસંખ્ય ગુણનિર્જરા ૯-૪૭
શબ્દાર્થ - સમ્યગ્દષ્ટિ = મિથ્યાષ્ટિ ટાળી સમ્યકત્વ ગુણ પ્રગટાવે તે આત્મા, શ્રાવક = દેશ વિરતિ ધારણ કરનાર, વિરત = સર્વવિરતિ ધારણ કરનાર, અનંતવિયોજક = અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરનાર, દર્શનમોહક્ષપક = દર્શનમોહના ક્ષયનો કર્તા, (મોહ) ઉપશમક = ચારિત્રમોહની પ્રકૃતિનો ઉપશમ કરનાર, ઉપશાન્તમોહ = મોહનીયની સર્વ પ્રકૃતિનો ઉપશમ કરનાર, મોહક્ષપક = ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો વર્તમાનમાં ક્ષય કરનાર, ક્ષીણમોહ = મોહની સર્વ પ્રકૃતિઓનો ક્ષય જેણે કર્યો છે તે આત્મા, જિન = કેવળી સર્વજ્ઞ, અસંખ્ય ગુણ = અસંખ્યાતગુણી, નિર્જરા = કર્મનો ક્ષય થવો તે.
સૂત્રાર્થ:- (૧) સમ્યગ્દષ્ટિ, (૨) શ્રાવક, (૩) વિરત, (૪) અનંતાનુબંધી વિયોજક, (૫) દર્શનમોહ ક્ષપક, (૬) ચારિત્રમોહઉપશમક. (૭) ઉપશાન્તમોહ, (૮) ચારિત્રમોહ