________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૯, સૂત્ર-૪૬
યોગ :- મન-વચન-કાયાની પ્રવૃત્તિ, ચેષ્ટા, પ્રવર્તન તે યોગ કહેવાય છે.
૩૫૧
સંક્રાન્તિ :- સંક્રમણ, પરિવર્તન, એકના ચિંતન ઉ૫૨થી બીજાના ચિંતન ઉપર જવું, એકને છોડીને બીજાના વિચારમાં જવું. સંક્રાન્તિ ત્રણ પ્રકારની છે, અર્થસંક્રાન્તિ, વ્યંજન સંક્રાન્તિ, અને યોગ સંક્રાન્તિ.
અર્થ સંક્રાન્તિ :- કોઈપણ એક દ્રવ્યનું ધ્યાનકરી દ્રવ્યાન્તર નું ધ્યાન કરવું અથવા પર્યાયનું ધ્યાન કરવું તથા કોઈપણ એક પર્યાયનું ધ્યાન કરી બીજા પર્યાયનું અથવા દ્રવ્યનું ધ્યાન કરવું. એમ ધ્યાન કરવા યોગ્ય એવા દ્રવ્ય - પર્યાયનો બદલો થયો તે અર્થસંક્રાન્તિ જાણવી.
વ્યંજન સંક્રાન્તિઃ- કોઈપણ એક શાસ્ત્રવચન ઉપર ઘણું ચિંતન-મનન કરીને બીજા શાસ્ત્રવચનનું ચિંતન મનન કરવું તે વ્યંજનસંક્રાન્તિ જાણવી.
યોગસંક્રાન્તિ ઃ- મનયોગ, વનચયોગ અને કાયયોગમાંથી કોઈપણ એક યોગના આલંબને ધ્યાન કરી અન્ય યોગના આલંબને ધ્યાન કરવું. જુદા જુદા યોગો દ્વારા વારાફરતી જુદુ જુદુ ધ્યાન કરવું તે યોગસંક્રાન્તિ.
આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગ સંબંધી જે જે સંક્રાન્તિ છે તેને વિચાર કહેવામાં આવે છે.
પ્રથમભેદમાં આવી ત્રણ પ્રકારની સંક્રાન્તિ હોય છે માટે સવિચાર કહેવાય છે. અને બીજા ભેદમાં આવી સંક્રાન્તિ હોતી નથી તેથી અવિચાર કહેવાય છે.
આ પ્રમાણે છ બાહ્ય અને છ અત્યંતર તપ એમ બાર (૧૨) ભેદે તપનું સેવન કરવાથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થાય છે. અહીં નિર્જરાતત્વ પૂર્ણ થાય છે. શંકા :- બાહ્યતપથી નિર્જરા કેમ થાય બાહ્ય તપમાં તો કાયકષ્ટ છે. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તો તિર્યંચો અને નારકોને તપસ્વી કહેવા જોઈએ.
સમાધાન :- નિર્જરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. આત્મામાંથી કર્મોનું છુટા પડવું તે દ્રવ્યનિર્જરા છે. કર્મોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્જરા છે. માત્ર દ્રવ્યનિર્જરાથી આત્મા સર્વથા મુક્ત થઈ શક્તો નથી. તપશ્ચર્યા કરતા જો ભાવનિર્જરા ન થાય તો તપથી નિર્જરા થતી નથી. બાહ્યતપની કેવળ કાયા ઉપર અસર થાય છે તે વાત તદ્ન અસત્ય છે. જે બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય અને આત્મા ઉપર અસર ન થાય એ વાસ્તવિક બાહ્ય તપ નથી પરંતુ તે કાયક્લેશ જ છે.