________________
૩૫૦
અધ્યાય : ૯, સૂત્ર-૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ધ્યાન એટલે વિચારણા અર્થાત્ પૂર્વગતશ્રુતના આલંબને જે વિચારણા થાય - વિકલ્પો કરાય તે વિકલ્પોને (વિચારોને) વિતર્ક કહેવો જોઈએ. શ્રુતતો તેમાં આલંબનરૂપ છે. શ્રતને વિતર્ક ન કહેવાય પરંતુ શ્રુતના આલંબને થતા વિકલ્પોને વિતર્ક કહેવો જોઈએ.
શ્રત એ વિતર્કોનું આલંબન હોવાથી કારણમાં કાર્યનો જેમ ઉપચાર કરાય છે તેમ અહીં શ્રુતને જ ઉપચારથી વિતર્ક કહ્યો છે.
સૂત્ર (૯-૪૬) પ્રયોજન - “વિચાર” ની વ્યાખ્યા આપે છે.
विचारोऽर्थ व्यञ्जन योगसंक्रान्तिः ९-४६ વિચારોડર્થ વ્યસ્જન યોગસંક્રાન્તિઃ ૯-૪૬
વિચારઃ અર્થ વ્યંજન યોગ સંક્રાન્તિઃ ૯-૪૬ શબ્દાર્થ - વિચાર = અર્થ, વ્યંજન યોગની સંક્રાન્તિ, અર્થ = દ્રવ્ય કે પર્યાય, વ્યંજન = અર્થ –શબ્દ, યોગ = મન-વચન-કાયા, સંક્રાન્તિ = પરાવર્તન.
સૂત્રાર્થ - વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ
ભાવાર્થ:- શુક્લધ્યાનના પહેલા અને બીજા ભેદમાં જે સવિચાર અને અવિચાર શબ્દ આવે છે તેમાં આવેલા વિચાર શબ્દનો અર્થ અહીં સમજાવે છે. વિચાર એટલે સંક્રાન્તિ - સંક્રમણ - પરિવર્તન. કોનું પરિવર્તન ? અર્થનું વ્યંજનનું અને યોગનું પરિવર્તન તે વિચાર કહેવાય છે.
સૂત્રમાં જણાવેલા પારિભાષિક શબ્દોનો ભાવાર્થ વિચારીએ.
અર્થ :- એટલે ધ્યેય, ચિંતન કરવા લાયક, ચિંતન-મનન યોગ્ય દ્રવ્ય અથવા પર્યાય. જીવાદિ છ દ્રવ્યો અને તેના અનંત પર્યાયો, પૂર્વધરોના મૃતથી ચિંતન કરવા યોગ્ય છે માટે તેને અર્થ કહેવાય છે.
વ્યંજન :- એટલે વચન, શબ્દોચ્ચાર, બોલવું. જે ચિંતવવા લાયક દ્રવ્ય અને પર્યાયો સ્વરૂપ ધ્યેય છે તેના અર્થને સમજાવનારો શબ્દોચ્ચાર, તથા વચનોચ્ચાર, એટલે કે કૃતવચન અથવા શાસ્ત્રવચન તે વ્યંજન કહેવાય છે.