SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ વિચાર એટલે શું ? અધ્યાય : ૯, સૂત્ર-૪૫ ૩૪૯ દ્રવ્ય અને પર્યાય, શબ્દ અને અર્થ, મન-વચન – કાયાના યોગોનું પરસ્પર સંક્રમણ કે પરાવર્તન જે છે, તેને જ વિચાર એટલે સંક્રમ અથવા ફેરબદલી કહેવાય છે. જેમ કે કોઈ એક પૂર્વધર પૂર્વગત શ્રુતને આધારે ધ્યાન (એકાગ્ર ચિન્તા નિરોધ) કરતા હોય ત્યારે કોઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર, કોઈએક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર, એક પર્યાયરૂપ અર્થ ઉપરથી બીજા પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય તેને ‘વિચાર’ કહેવાય છે. આ જ રીતે શબ્દથી અર્થ ઉપર કે અર્થથી શબ્દ ઉપર ચિંતન કરવું, મન-વચનકાયાદિ યોગમાં એક ઉપરથી અન્ય યોગ ઉપર અવલંબવું તે વિશ્વાર કહેવાય છે. જો આ રીતે ન વિચારતાં શબ્દ કે અર્થમાંથી કોઈ એક યોગમાંથી કોઈ એક અને દ્રવ્ય-પર્યાયમાંથી કોઈ એક ઉપર જ ચિંતન કરે અને વિચારોનું સંક્રમણ ન થાય તો તેને વિશ્વાર કહેવાય છે. સૂત્ર (૯-૪૫) પ્રયોજન :- વિતર્કના અર્થને જણાવે છે. वितर्कः श्रुतम् ૧-૪ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫ શબ્દાર્થ :- વિતર્ક = વિકલ્પ, શ્રુત = શ્રુતજ્ઞાન, પૂર્વગત શ્રુત. સૂત્રાર્થ :- વિતર્ક એટલે શ્રુત (શાસ્ત્રાનુસારી જ્ઞાન) ભાવાર્થ :- વિતર્ક શબ્દનો અર્થ થાય કે વિશેષ તર્કો કરવા, સૂક્ષ્મ વિચારો દોડાવવા. આ અર્થ પૂર્વગતશ્રુત અને અપૂર્વગતશ્રુત એમ બંનેમાં લાગુ પડે છે. તો પણ અહીં પૂર્વગતશ્રુત અને અપૂર્વગતશ્રુત એમ બંને શ્રુત નથી લેવાનું કારણકે આ બન્ને ભેદો માત્ર પૂર્વધરને જ હોય છે. એવું સૂત્ર ૯-૩૯માં કહ્યું છે તેથી સૂત્ર ૯-૩૯ના આધારે પૂર્વાપર સંકલના કરતાં પૂર્વગતશ્રુત જ લેવું. સામાન્ય શ્રુત ન લેવું.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy