________________
३४८
અધ્યાય : ૯, સૂત્ર-૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ભાવાર્થ :- પૂર્વના બે ભેદો સવિતર્ક છે એટલે કે પૂર્વેમાં લખેલા શ્રતના આલંબનવાળા છે. કારણ કે આ બે ભેદોના સ્વામી પૂર્વધર જ હોવાથી પૂર્વસંબંધી શ્રુતજ્ઞાનના આલંબનયુક્ત આ બે ભેદો હોય છે. પ્રથમભેદ સવિચાર (પરિવર્તન યુક્ત) છે અને બીજોભેદ અવિચાર (પરિવર્તન રહિત) છે. અર્થની, વ્યંજનની અને યોગની સંક્રાન્તિને પરિવર્તન (વિચાર) કહેવાય છે.
સૂત્ર (૯-૪૪) પ્રયોજન -શુક્લ ધ્યાનના પહેલા અને બીજા ભેદો વચ્ચે મહત્વનો તફાવત જણાવે છે.
अविचारं द्वितीयम् ९-४४ અવિચાર દ્વિતીયમ્ ૯-૪૪
અવિચારે દ્વિતીયમ્ ૯-૪૪ શબ્દાર્થ:- અવિચાર = વિચારથી રહિત, દ્વિતીયમ = (શુક્લ ધ્યાનનો) બીજો ભેદ,
સૂત્રાર્થ :- (શુક્લધ્યાનનો) બીજો ભેદ વિચારથી રહિત છે.
ભાવાર્થ:- શુક્લધ્યાનના ચાર ભેદો પૂર્વે જણાવ્યા. તેની અનુવૃત્તિ ચાલે છે. પહેલા બે ભેદની વિશેષતા જણાવતું પાયે વિતર્ક સૂત્ર પણ આ પૂર્વે કહ્યું છે. ત્યારપછી તેના અનુસંધાન વાળા આ સૂત્રમાં શુક્લધ્યાનના બીજા ભેદનું લક્ષણ કહ્યું. તેના આધારે સંકલિત અર્થ આ રીતે થઈ શકે :
શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ એકાશ્રય - પૃથકત્વ - સવિતર્ક - સવિચાર - કહ્યો શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકાશ્રય - એકત્વ - સવિતર્ક – અવિચાર કહ્યો આ રીતે એકાશ્રય અને સવિતર્કપણે બંનેમાં સમાન છે.
જ્યારે પૃથત્વ અને વિચાર સંબંધી બંનેમાં ભેદ છે. પહેલો ભેદ પૃથત્વ અને સવિચાર છે. બીજો ભેદ એકત્વરૂપ અને અવિચારરૂપ છે.