________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૯, સૂત્ર-૪૩
૩૪૭
પ્રથમ ભેદ ત્રણ યોગવાળાને હોય છે. બીજો ભેદ એક યોગવાળાને હોય છે.
ત્રીજો ભેદ કાયયોગવાળાને હોય છે. અને
ચોથો ભેદ યોગરહિત આત્માને હોય છે.
પ્રથમભેદમાં યોગની સંક્રાન્તિ છે. એક યોગમાંથી બીજાયોગમાં અને બીજાયોગમાંથી
ત્રીજા યોગમાં ફેરબદલી કરે છે. એટલે કે આ ચિંતનકાળે પૃથકતા અને સવિચાર દશા
હોવાથી ત્રણેયોગ બદલાતા રહે છે. માટે પ્રથમભેદ ત્રણયોગવાળાને હોઈ શકે છે. બીજા ભેદોમાં યોગોની સંક્રાન્તિ નથી. કોઈપણ એક યોગમાં જ જીવ સ્થિર છે, કારણકે એકત્વ અને અવિચાર છે. તેથી જે કોઈ એક યોગમાં પ્રવર્તતા હોય તે જ એક યોગવાળાને આ બીજો ભેદ હોય છે.
ત્રીજો ભેદ તેરમા ગુણઠાણાના અંતે બે યોગોનો નિરોધ કર્યા પછી માત્ર સૂક્ષ્મકાયયોગ જ હોવાથી તે આત્મા સૂક્ષ્મકાયયોગવાળો છે. તેથી ત્રીજો ભેદ સૂક્ષ્મકાયયોગવાળા કેવળીને જ હોય છે.
ચોથો ભેદ વ્યુપરતક્રિયા હોવાથી અયોગી કેવળીને જ હોય છે. એટલે કે યોગવ્યાપાર રહિત જીવોને જ હોય છે.
સૂત્ર (૯-૪૩) પ્રયોજન :- શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોમાં વિશેષતા જણાવે છે. एकाश्रये सवितर्के पूर्वे એકાશ્રયે સવિતર્કો પૂર્વે
૧-૪૨
૯-૪૩
એક આશ્રયે સવિતર્કો પૂર્વે
૯-૪૩
શબ્દાર્થ :- એક આશ્રયે = કોઈ એક આલંબન સહિત. સવિતર્ક = શ્રુતસહિત, પૂર્વે = પૂર્વના બે (શુક્લધ્યાન) ના ભેદો.
સૂત્રાર્થ :- (શુક્લધ્યાનના) પૂર્વના બે ભેદો કોઈપણ એક દ્રવ્ય -ગુણ-પર્યાયના આલંબનવાળા છે અને સવિતર્ક છે.