________________
અધ્યાય : ૯, સૂત્ર-૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૪) વ્યુપરતક્રિયા અનિવૃત્તિ ઃ- વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં વ્યુપરતક્રિયા અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે વ્યુપરતક્રિયા જેમાં નિવૃત્તિ (અટકવાનું) નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈપણ જાતની ક્રિયા નથી તથા જે ધ્યાન આત્મા મોક્ષમાં જાય ત્યાં સુધી જરા પણ અટકતું નથી કે પાછુ ફરતું નથી તે ધ્યાન વ્યુપરતક્રિયાઅનિવૃત્તિ આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે.
સાર ઃ
શુક્લ ધ્યાનના ચાર ભેદમાં પહેલા બે શુક્લધ્યાન છદ્મસ્થને અને છેલ્લા શુક્લધ્યાન કેવળી ભગવંતને હોય છે. (સૂત્ર ૯-૩૯ અને સૂત્ર ૯-૪૦)
૩૪૬
પહેલા ત્રણ ધ્યાન સયોગી જીવને અને છેલ્લું ધ્યાન અયોગી કેવળીને હોય છે. (સૂત્ર ૯-૪૨) આ ચારે ધ્યાનનો પ્રત્યેકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. છદ્મસ્થ ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે અને કેવળીને ધ્યાન યોગનિરોધ રૂપ છે.
સૂત્ર (૯-૪૨) પ્રયોજન :- ધ્યાનમાં યોગની વિચારણા.
तत्त्र्येककाययोगायोगानाम्
તત્યેકકાયયોગાયોગાનામ્
૬-૪૨
૯-૪૨
તત્ ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્
૯-૪૨
શબ્દાર્થ :- તત્ = તે શુક્લ ધ્યાન, ત્રિ = ત્રણ (યોગ) વાળાને, એક = કોઈપણ એક યોગવાળાને, કાયયોગ = કાયયોગવાળાને, અયોગાનામ્ = અયોગીઓને.
સૂત્રાર્થ :- તે (ચાર પ્રકારનું શુક્લધ્યાન અનુક્રમે) ત્રણ યોગવાળા, કોઈપણ એકયોગવાળા, કાયયોગવાળા અને યોગ વિનાના (અયોગી આત્માઓને) હોય છે.
ભાવાર્થ :- શુક્લધ્યાનના ચાર ભેદો કોને હોય છે ? તેના સ્વામી સૂત્ર ૯-૩૯ અને ૯-૪૦માં કહ્યા જ છે. તો પણ ‘યોગ’ આશ્રયી સ્વામી આ સૂત્રમાં જણાવે છે.