________________
૩૪૫
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૧ અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું પણ આલંબન લે છે. આ રીતે મન-વચન-કાયાના યોગોની પણ સંક્રાન્તિ થાય છે. આ સંક્રાન્તિને (સૂત્ર ૯-૪૬ પ્રમાણે) વિવાર કહેવાય છે તેનાથી યુક્ત આ ધ્યાન છે તેથી સવિચાર ધ્યાન કહેવાય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચારઃ- કોઈપણ એક દ્રવ્યનું અથવા એક પર્યાયનું અભેદની પ્રધાનતાએ પરિવર્તન વિના, ચૌદ પૂર્વના શ્રુતના આલંબને જે જે ચિંતન મનન થાય છે. તે આ શુક્લધ્યાનનો બીજો ભેદ છે.
ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એક દ્રવ્યાશ્રિત હોવાથી એકરૂપ (અભેદો જ છે. જે કાલે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે તે કાલે જ ઉત્તરપર્યાયનો ઉત્પાદ થાય છે. એમ કાલાશ્રિત પણે એકરૂપ (અભેદ) છે.
જ્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ છે ત્યાં અભેદ પણ છે જ. જે દ્રવ્ય નિત્ય છે તે જ દ્રવ્ય (પર્યાય આશ્રયી) અનિત્ય પણ છે જ. તેથી નિત્ય-અનિત્ય એકસ્થાનવર્તી હોવાથી અભિન્ન છે માટે એકત્વ કહેવાય છે. એકત્વ (અભેદ) પ્રધાન હોવાથી અર્થની વ્યંજનની કે યોગની સંક્રાન્તિ હોતી નથી માટે અવિચાર કહ્યું છે અને ચૌદ પૂર્વના શ્રતનું આલંબન હોવાથી વિતર્ક કહ્યું છે. આ રીતે આ ધ્યાન પણ પૂર્વધર મહાત્માઓને જ હોય છે. આ ધ્યાન વિચાર રહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્ણકંપ - સ્થિર હોય છે.
ઉપર જણાવેલા ધ્યાનના બે ભેદો પૂર્વધર પુરુષોને જ હોવાથી તેનો વધારે અનુભવ તો તેઓને જ હોય છે.
(૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી :- સૂક્ષ્મક્રિયા એટલે જેમાં અતિશય અલ્પ ક્રિયા અર્થાત્ સૂક્ષ્મ કાયયોગ માત્ર જ હોય. અપ્રતિપાતી એટલે પતનથી રહિત.જેમાં માત્ર શ્વાસોચ્છશ્વાસરૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના વધતા પરિણામ વિશેષ હોવાથી પતન નથી તે ધ્યાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી.
પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી ભગવંતો યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ કરી બાદરકાયયોગનો પણ વિરોધ કરી કેવળ શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મકાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે.
યોગ નિરોધ તેરમાં ગુણસ્થાનના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન તેરમા ગુણસ્થાનના અંતે હોય છે.