SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ અધ્યાય : ૯, સૂત્ર-૪૧ તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અહીં મૂલ સૂત્રમાં પૃથક્વ, છત્વ અને વિતર્ક એવા ત્રણ શબ્દો છે તેમાં વિત શબ્દ પૃથત્વની સાથે અને એકત્વની સાથે એમ બન્ને સાથે જોડવાથી પૃથકત્વવિતર્ક અને એકત્વવિતર્ક એમ બે ભેદ થાય છે. તથા સૂત્ર ૯-૪૪માં બીજા ભેદને વિવાર કહ્યો છે. તેના ઉપલક્ષણથી (અર્થાપત્તિથી) સમજાય છે કે પ્રથમભેદ સવિચાર છે. તેથી પ્રથમભેદમાં સવિચાર શબ્દ અને બીજાભેદમાં અવિચાર શબ્દ જોડાય છે જેથી ઉપરોક્ત નામો બને છે. એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું એ અર્થ સૂત્ર ૯૨૭ અને ૯-૩૧થી ચાલ્યો જ આવે છે. હવે આપણે એક એક ભેદના અર્થ વિચારીએ. (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર : કોઈપણ એક દ્રવ્યને આશ્રયીને પૂર્વગતશ્રુતના આધારે ઉત્પાદ-વ્યય-ધ્રુવ આદિ ધર્મોનું મનની એકાગ્રતાપૂર્વક ભેદપ્રધાન ચિંતન – મનન કરવું. ભેદ પ્રધાન એટલે ઉત્પાદ એ ઉત્તર પર્યાય આશ્રયી છે. અસત્ હોય તે સત થાય એ એનું સ્વરૂપ છે. જ્યારે વ્યય એ પૂર્વ પર્યાયને આશ્રયી છે. સત્ હોય તે અસત્ થાય એ એનું સ્વરૂપ છે. ઉત્પાદથી વ્યય ભિન્ન છે. આવી વિચારણા કરતાં કરતાં એક દ્રવ્યથી ભિન્ન દ્રવ્યમાં અને એક પર્યાયથી ભિન્ન પર્યાયમાં પરિવર્તિત થવું. દ્રવ્ય - પર્યાય આશ્રયી વિચારધારા બદલાતી રહે તે પૃથકવિતર્ક સવિચાર નામનું પ્રથમ શુક્લધ્યાન છે. વળી આવી સૂક્ષ્મવિચારણા પૂર્વમાં જે શ્રત છે તેના આલંબને થાય તેને જ શુક્લધ્યાન કહેવાય છે. માટે આ ધ્યાન પૂર્વગત શ્રુતના ધારક-પૂર્વધર મહાત્માઓને જ હોય છે . જીવ અને અજીવ કોઈપણ એક દ્રવ્યને આશ્રયી નૈગમ આદિ જુદા જુદા નયોની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આદિ સ્વરૂપ, નિત્ય-અનિત્ય સ્વરૂપ, સામાન્ય – વિશેષ સ્વરૂપ, ઈત્યાદિ પર્યાયોનું સ્વરૂપ ચૌદ પૂર્વના શ્રુતના આલંબને સૂક્ષ્માતિસૂક્ષ્મ જે વારાફરતી બદલાતું ચિંતનમનન કરવું તે આ પ્રથમભેદ છે. આ સૂક્ષ્મચિંતનમાં ચૌદ પૂર્વના મહાશ્રુતનું આલંબન છે. જેથી આપણા સામાન્ય શ્રુતના આલંબને જે ચિંતન મનન થાય છે તે આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાન ગણાય. આ સૂક્ષ્મચિંતનમાં કોઈપણ એક દ્રવ્યનો કે એક પર્યાયનો વિચાર ચાલતો હોય ત્યારે તેને છોડીને અન્ય દ્રવ્ય કે અન્ય પર્યાયના વિચાર ઉપર આ જીવ (આરૂઢ) થાય છે. એવી જ રીતે કોઈપણ એક શબ્દનો કે અર્થનો વિચાર ચાલતો હોય ત્યારે તેને છોડીને અન્ય શબ્દના કે અન્ય અર્થના વિચારમાં સંક્રમિત થાય છે. તેમ જ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું પણ આલંબન લે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy