________________
૩૪૧
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪) સૂત્ર (૯-૪૦) પ્રયોજન - શુક્લધ્યાનના છેલ્લા બે ભેદના સ્વામી જણાવે છે.
परे केवलिनः ९-४० પરે કેવલિનઃ ૯-૪૦
પરે કેવલિનઃ ૯-૪૦ શબ્દાર્થ - પરે = પછીના બે, કેવલિન = કેવળી આત્માઓને હોય. સૂત્રાર્થ:- પછીના બે એટલે કે શુકલધ્યાનના અંતિમ બે ભેદો કેવલજ્ઞાનીને હોય છે.
ભાવાર્થ:- સૂત્રકાર મહર્ષિ સૂત્ર ૯-૪૧માં શુક્લધ્યાનના ચાર ભેદ કહેવાના છે. તેમાંથી અંતિમ બે ભેદ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ કેવલી ભગવંતને જ હોય છે. છદ્મસ્થને હોતા નથી.
કેવલી પરમાત્માને પણ તેરમા ગુણઠાણાના અંતે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને ચૌદમા ગુણઠાણે સુપરતક્રિયા નિવૃત્તિ હોય છે. તેમાં ગુણઠાણે વર્તતા કેવલી ભગવંતો પોતાના આયુષ્યનો અંતિમ કાળ એક અન્તમુહૂર્ત વિના સર્વકાળ, ધર્મદેશના આપવા દ્વારા સમાપ્ત કરીને, કેવલી સમુદ્યાત કરવાનો હોય તો તે કરીને, અંતે “યોગનિરોધ” કરે છે. એટલે કે મન-વચન-કાયાના યોગોને અટકાવવાનું કામ અવશ્ય કરે છે.
જ્યાં સુધી આ યોગ ચાલુ હોય છે ત્યાં સુધી કમનો આશ્રવ ચાલુ છે. કર્મોનો આશ્રવ ચાલુ હોય તો મુક્તિ થતી નથી. તેથી આશ્રવ અટકાવવા યોગનિરોધ કરે છે. પ્રથમ બાદર મનયોગ, પછી બાદર વચનયોગ અને પછી બાદર કાયયોગ એમ ત્રણ બાદર (ચૂલ) યોગનો વિરોધ કર્યા પછી સૂક્ષ્મ મનોયોગ, સૂક્ષ્મ વચનયોગ અને પછી સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે છે.
આ નિરોધ કરતાં કરતાં જે છેલ્લો સૂક્ષ્મકાયયોગ છે તેનો વિરોધ ચાલતો હોય છે. ત્યારે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી ધ્યાન હોય છે.
અહીં કેવલી ભગવંતોમાં ધ્યાનનો અર્થ ચિંતન-મનન કે વિચારણા એવો કરવાનો નથી. કારણ કે કેવલી ભગવંતોને ભાવમન હોતું નથી તેથી વિચારણા સંભવતી નથી.