________________
३४०
અધ્યાય : ૯, સૂત્ર-૩૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૩૯) પ્રયોજન - શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી જણાવે છે.
शुक्ले चाद्ये पूर्वविदः ९-३९ શુક્લ ચાદ્ય પૂર્વવિદઃ ૯-૩૯
શુક્લે ચ આધે પૂર્વવિદઃ ૯-૩૯ શબ્દાર્થ - શુક્લ = શુક્લધ્યાનના બે ભેદ, આઘે = પહેલાના બે ભેદ, પૂર્વવિદ: = પૂર્વધર.
સૂત્રાર્થ :- શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ પૂર્વધર એવા ઉપશાન્ત મોહ અને ક્ષીણમોહ મુનિને હોય છે.
ભાવાર્થ :- પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેતા એ સ્પષ્ટ થાય છે કે શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોના સ્વામી ઉપશાન્ત કષાયી અને ક્ષીણ કષાયી (સંયતો) પણ પૂર્વધર મુનિઓ કહ્યા છે.
ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જો પૂર્વધર ન હોય તો તેમને ૧૧-૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જો પૂર્વધર હોય તો શુક્લધ્યાન પ્રથમના બે ભેદ હોય.
ઉપશમ અને ક્ષેપક એ બંને પ્રકારની શ્રેણિમાં ધર્મ અને શુક્લ એ બન્ને પ્રકારના ધ્યાન હોય છે.
બન્ને પ્રકારની શ્રેણિનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોના ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમાં ગુણસ્થાનકથી થાય છે.
૧૧માં ગુણસ્થાનકે ઉપશમશ્રેણિની સમાપ્તિ થાય છે અને ૧૨મા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિની સમાપ્તિ થાય છે. બન્ને પ્રકારની શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનોમાં ધર્મધ્યાન જ હોય છે.
૧૧મા અને ૧૨મા ગુણસ્થાનકે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન હોઈ શકે છે. શ્રેણિએ ચઢનારા જીવો બે પ્રકારના હોય છે.
(૧) પૂર્વધર (શ્રુતકેવલી અર્થાત્ ચૌદ પૂર્વધર)
(૨) અપૂર્વધર એટલે (ચૌદપૂર્વથી ઓછા શ્રુતના જ્ઞાતા). બન્ને પ્રકારની શ્રેણિમાં ૧૧મા અને ૧૨મા ગુણઠાણે પૂર્વધરને શુક્લધ્યાનના પ્રથમના બે ભેદ હોય છે. અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે.