________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૮
૩૩૯ ૪ન :- ધર્મધ્યાનના સ્વામી તરીકે અન્ય અધિકારીનો નિર્દેશ કરે છે.
उपशान्तक्षीणकषाययोश्च ९-३८ ઉપશાન્તક્ષીણકષાયયોશ્ચ ૯-૩૮
ઉપશાન્ત - ક્ષીણ -કષાયયોઃ ચ ૯-૩૮ શબ્દાર્થ:- ઉપશાન્ત = જેમાં કષાયોનો ઉપશમ થયો હોય તેવી આત્મવિકાસની સ્થિતિ, ક્ષીણ = જેમાં કષાયોનો ક્ષય થયો હોય તેવી આત્મવિકાસની સ્થિતિ, કષાય = ક્રોધ, માન, માયા, લોભ.
સૂત્રાર્થ:- ઉપશાન્ત કષાય અને ક્ષીણ કષાય (મુનિ)ને પણ ધર્મધ્યાન હોય છે.)
ભાવાર્થ:- ધર્મધ્યાનના સ્વામી કે અધિકારીને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સંયતોની ત્રણ કક્ષા જણાવેલી છે.
પ્રમત્તસંયત ની કક્ષા પૂર્વસૂત્ર (૯-૩૭)માં કહી. આ સૂત્રમાં ૩૫શાન્તષાય અને ક્ષીણષાય એ બે કક્ષાને જણાવે છે.
સંયતોની આ બંને કલાને ગુણસ્થાનકની પરિભાષામાં ૧૧મું અને ૧૨મું ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે કે આ ધર્મધ્યાન ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ ગુણઠાણે હોય છે. અહીં ઉપશાન્તમોહ લખવાથી ફકત અગિયારમું ગુણસ્થાનક ન સમજતાં આખી ઉપશમશ્રેણી સમજવી. તેવી જ રીતે ક્ષણમોહ શબ્દથી ફકત બારમું ગુણસ્થાનક ન સમજતાં ક્ષપકશ્રેણી સમજવી. તેથી પૂર્વસૂત્રમાં અપ્રમત્તમુનિ અને આ સૂત્રમાં બે શ્રેણી લખવાથી એમ કહી શકાય કે ૭ થી ૧૨ ગુણસ્થાનકો સુધી ધર્મધ્યાન હોય છે.
શંકા - ધર્મધ્યાનના સ્વામી (અધિકારી) કહેવામાં અપ્રમત્તસંયત ૯-૩૭ સૂત્રમાં અને ઉપશાન્ત મોહ તથા ક્ષીણમોહ ૯-૩૮ સૂત્રમાં એમ જુદા શા માટે કહ્યા ? બન્નેને એક જ સૂત્રમાં કેમ ન કહ્યા?
સમાધાન - ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ શબ્દોની અનુવૃત્તિ સૂત્ર ૯-૩૯માં લઈ જવી છે માટે બે સૂત્રોમાં સ્વામી જુદા કહ્યા છે.