________________
૩૩૬
અધ્યાય : ૯, સૂત્ર-૩૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ મિથ્યાત્વથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધીના એટલે ચોથા ગુણસ્થાનક સુધીના જીવોને તથા પાંચમા ગુણસ્થાનકવાળા દેશવિરત જીવોને રૌદ્રધ્યાન હોય છે.
- છઠ્ઠા અને તે પછીના ગુણઠાણાવાળા મુનિઓ હિંસા આદિ પાપોથી વિરમેલા છે, પાપોના ત્યાગી છે. મહાવ્રતધારી હોવાથી અંશથી પણ તે પાપોની ચિંતા વિનાના હોય છે તેથી રૌદ્રધ્યાનના ચાર ભેદો છઠ્ઠો કે તે પછીના ગુણસ્થાનકોમાં સંભવતા નથી.
શંકા - હિંસા, અસત્ય, ચોરી (સ્તેય), મૈથુન અને પરિગ્રહ એમ પાપો પાંચ છે. આ પાંચ પાપોની વિચારણા રૂપે રૌદ્રધ્યાનના પણ પાંચ ભેદ કહેવા જોઈએ તો ચાર ભેદ કેમ કહ્યા ? શું મૈથુનની વિચારણા – ચિંતા કરવી તે રૌદ્રધ્યાન નથી ?
સમાધાન - મૈથુનની ચિંતા કરનારા જીવોને “મૈથુન એ ઈષ્ટ વસ્તુ હોવાથી ઈષ્ટ વસ્તુના સંરક્ષણના ઉપાયો વિચારવા તે રૌદ્રધ્યાન' એવા ચોથા ભેજવાળા રૌદ્રધ્યાનમાં તેનો સમાવેશ થાય છે.
મૈથુન પ્રાપ્ત ન થયું હોય પરંતુ તેનો યોગ કરવા ચિંતા આ જીવ કરતો હોય ત્યારે ત્રીજા ભેદવાળું આર્તધ્યાન કહેવાય છે.
સંસારમાં રહેલા એક થી પાંચ ગુણઠાણાવાળા તમામ જીવોને આર્ત અને રૌદ્ર એમ બન્ને ધ્યાન સદા હોય છે. છઠ્ઠા ગુણઠાણાવાળા જીવોને આ બે ધ્યાનમાંથી માત્ર આર્તધ્યાન જ હોય છે. રૌદ્રધ્યાન હોતું નથી.
સૂત્ર (૯-૩૭) પ્રયોજન - ધર્મધ્યાનના ભેદો અને ધર્મધ્યાનના અધિકારી કોણ? તે જણાવે છે. आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ९-३७ આજ્ઞાપાયવિપાકસંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય ૯-૩૭ આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનવિચયાય-ધર્મમ્ અપ્રમત્તસંવતસ્ય ૯-૩૭
શબ્દાર્થ :- આજ્ઞા = જિનાજ્ઞા, અપાય = દુઃખ, વિપાક = ફળ, સંસ્થાન = લોકની આકૃતિ, વિચય = ચિંતન, વિવેક, ધર્મમ્ = ધર્મધ્યાન.