SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ અધ્યાયઃ ૯, સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ટૂંકમાં એક થી છ ગુણસ્થાનક સુધી આર્તધ્યાન હોય છે. આ આર્તધ્યાન દુઃખના ઉગથી અને સુખના રાગથી થાય છે. જેટલી જેટલી દુઃખ પ્રત્યે અપ્રીતિ અને સુખ પ્રત્યે પ્રીતિ તેટલી તેટલી અનિષ્ટ અને ઈષ્ટ વસ્તુઓના સંયોગ-વિયોગ કાળે ચિંતા વધારે થાય છે તેને જ આર્તધ્યાન કહેવાય છે. દુઃખ પ્રત્યે ઉગ અને સુખ પ્રત્યે પ્રીતિ વધુમાં વધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે. સાતમા ગુણસ્થાને અપ્રમાદ અવસ્થા છે. આઠમા ગુણસ્થાનકથી મોહનીયનો ઉપશમ અથવા ક્ષય થતો હોવાથી આર્તધ્યાન હોતું નથી. સૂત્ર (૯-૩૬) પ્રયોજન - રૌદ્રધ્યાનના ચાર ભેદ તથા તે કોને હોય તે જણાવે છે. हिंसानृतस्तेयविषयसंरक्षणेम्यो रौद्रमविरतदेशविरतयोः ९-३६ હિંસાવૃતસ્તેયવિષયસંરક્ષણેભ્યો રોદ્રમવિરતદેશવિરતયોઃ ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્રમ્ અવિરત-દેશવિરતયોઃ ૯-૩૬ શબ્દાર્થ:- હિંસા = હિંસા, અમૃત = અસત્ય, અસ્તેય = ચોરી, વિષયસંરક્ષણ = વિષય કે તેના સાધનનું રક્ષણ, રૌદ્રમ્ = રૌદ્ર ધ્યાન, અવિરત = વિરતિ રહિત જીવો, દેશવિરત = દેશથી વિરત અગારી વતી કે શ્રાવક સૂત્રાર્થ:- હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ માટે સતત ચિંતા તે રૌદ્ર ધ્યાન છે. તે અવિરત અને દેશવિરત, જીવોમાં સંભવે છે. ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર ભેદો સમજાવીને હવે રૌદ્ર-ધ્યાનના ચાર ભેદો સમજાવે છે. હિંસા, અસત્ય, ચોરી અને પાંચ ઈન્દ્રિયોના વિષયોના સંરક્ષણ માટે ચિંતાવિચારણા કરાય તે રૌદ્રધ્યાન કહેવાય છે. આ વિચારો હિંસા સંબંધી હોય તો હિંસાનુબંધી, અસત્ય સંબંધી હોય તો મૃષાનુબંધી, ચોરી સંબંધી હોય તો તેયાનુબંધી અને વિષયસંરક્ષણ સંબંધી હોય તો વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. (૧) હિંસાનુબંધી રૌદ્રધ્યાન :- હિંસા માટેના ભયંકર વિચારો મનમાં કરવા.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy