SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭૩ ૩૩૧ શંકા ઃ- દુઃખને દૂર કરવાનો અને સુખને મેળવવાનો પ્રયત્ન ન કરે તે દુનિયાની દૃષ્ટિએ તો ગાંડો માણસ જ કહેવાય ને ? સમાધાન :- દુનિયાની દૃષ્ટિ મોહભરેલી છે અને અધ્યાત્મદૃષ્ટિ મોહના ત્યાગથી ભરેલી છે. તેથી અધ્યાત્મદૃષ્ટિવાળાની પ્રવૃત્તિ દુનિયાની દૃષ્ટિવાળાને ન સમજાય. તેના માટે દુનિયાની દૃષ્ટિ છોડવી જ પડે. શંકા :- આર્તધ્યાનનો સૂત્ર ૯-૩૧માં કહેલો પ્રથમભેદ અને સૂત્ર ૯-૩૩માં કહેલો ત્રીજો ભેદ સામસામા વિરોધીપણે છે. તો તે બન્ને ભેદોને અને તેને સમજાવનારાં બન્ને સૂત્ર ૯-૩૧ અને ૯-૩૩ને પાસે પાસે કહેવાં જોઈએ. સૂત્ર - ૯-૩૨ વેવનાયાશ્ચ વચ્ચે કેમ નાંખ્યું ? નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં આર્તધ્યાનના ચાર ભેદો અનિષ્ટવિયોગ – ઈષ્ટવિયોગ - વેદના અને નિદાન એવા ક્રમે છે. ખુલાસો ક૨શો ? - સમાધાન :- સૂત્ર ૯-૩૧માં...સમ્પ્રયોને તવિપ્રયોાય સ્મૃતિ સમન્વાહાર: આ સૂત્ર ૯-૩૨માં વેદ્દનાયાશ્ચ (વેદના પદ)ની સાથે સંબંધ કરવાની આવશ્યકતા છે. તે પદોની સૂત્ર ૯-૩૨માં અનુવૃત્તિ લાવવી ઈષ્ટ છે. કારણકે તેમ કરવાથી ‘વેદનાના સંયોગમાં તેના વિયોગ માટે જે વિચારણા' એવો અર્થ સંગત થાય છે. માટે ઉપરોક્ત પદોની અનુવૃત્તિ માટે આવી રચના કરી છે. સૂત્ર ૯-૩૩માં વિપરીતમ્ શબ્દથી જ ઉપરોક્તથી ભિન્ન અર્થ સમજાઈ જ જાય છે. માટે ૯-૩૨ સૂત્રમાં ઉપરોક્ત પદોની અનુવૃત્તિ લાવવા માટે વેનાયાશ્ચ સૂત્ર વચ્ચે મૂક્યું છે. શંકાઃ- આર્તધ્યાનના પ્રથમભેદનું નામ ‘અનિષ્ટ વિયોગ ચિંતા’ અને ત્રીજા ભેદનું નામ ‘ઈષ્ટ સંયોગ ચિંતા’ કહો છો તેના બદલે પ્રથમ ભેદનું નામ ‘અનિષ્ટ સંયોગ ચિંતા’ (અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય ત્યારે ચિંતા કરવી) અને ત્રીજા ભેદનું નામ ‘ઈષ્ટ વિયોગ ચિંતા’ (ઈષ્ટ વસ્તુનો વિયોગ થતાં ચિંતા કરવી) એમ નામ કહીએ તો ચાલે? સમાધાન ઃ- નામભેદ કરવામાં કોઈ દોષ નથી. પરંતુ અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થયો હોય ત્યારે સંયોગની ચિંતા થતી નથી કારણકે સંયોગ તો થઈ જ ચૂક્યો છે. ચિંતા હવે તેના વિયોગની કરવાની છે. તેથી ત્યાં વિયોગ શબ્દ ઉચિત છે. એવી જ રીતે જ્યાં ઈષ્ટ વસ્તુનો વિયોગ થયો હોય ત્યાં કર્મના ઉદયથી વિયોગ તો થઈ જ ચૂક્યો છે ફરીથી તેનો સંયોગ કેમ થાય ? એમ સંયોગની ચિંતા છે. માટે અનિષ્ટની સાથે વિયોગ અને ઈષ્ટની સાથે સંયોગ શબ્દ વધારે ઉચિત છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy