SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ અધ્યાય : ૯, સૂત્ર-૩૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૩૧)માં તવિપ્રયોગાય શબ્દ છે તેને બદલે અહીં વિપ્રયોને કરવું. પદોના ફેરફાર સાથે આ સૂત્રની રચના આ પ્રમાણે થશે. मनोज्ञानां विप्रयोगे तद्संप्रयोगाय स्मृतिसमन्वाहार: तृतीयम् મનગમતી (ઈષ્ટ) વસ્તુઓનો વિયોગ થતાં તે વસ્તુઓનો સંયોગ કેમ થાય ? એવી ચિંતા-વિચારણા કરવી તે આર્તધ્યાનનો ‘ઈષ્ટ સંયોગ ચિંતા’ નામનો પ્રથમભેદથી વિપરીત ત્રીજો ભેદ છે.જેમ કે મનુષ્ય માત્રને ધન-સંપત્તિ-પાંચ ઈન્દ્રિયોના સુખો વગેરે ઈષ્ટ વસ્તુઓ છે. તે અશુભ કર્મના ઉદયથી ચાલી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિ પાસે પૈસા દબાઈ ગયા હોય તો તે કેમ પાછા આવે ? તે અંગે જે વિચારણા કરવી તેને ઈષ્ટસંયોગ ચિંતા ધ્યાન કહેવાય છે. શંકા :- મનુષ્ય માત્રને અણગમતી વસ્તુનો સંયોગ થાય ત્યારે તેનો વિયોગ કરવાની અને મનગમતી વસ્તુનો વિયોગ થાય ત્યારે તેનો સંયોગ કેમ થાય ? આ ચિંતાવિચારણા તો થાય જ છે. જો આવી વિચારણા ન કરે તો દુનિયામાં તે મુખ્તેજ કહેવાય. આમાં શું ખોટી વિચારણા કરી છે ? કરવા જેવી યોગ્ય જ વિચારણા કરી છે. આવી વિચારણા કરવી એ તો માનવબુદ્ધિનું ફળ છે અન્યથા પશુમાં અને મનુષ્યમાં તફાવત શું ? સમાધાન ઃ- વ્યવહાર દૃષ્ટિએ તમારો પ્રશ્ન બરાબર છે. અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે વિયોગ કેમ થાય ? અને ઈષ્ટ વસ્તુનો વિયોગ થાય ત્યારે સંયોગ કેમ થાય ? તે માટે વિચારણા કરવી તે વ્યવહા૨ દ્રષ્ટિએ બરાબર છે. પરંતુ અધ્યાત્મ દૃષ્ટિથી તે બરાબર નથી. કારણકે એમ કરવામાં અનિષ્ટ વસ્તુ ઉપર દ્વેષ અને ઈષ્ટ વસ્તુ ઉપર રાગ થાય છે. રાગ-દ્વેષ કરવાથી નવા કર્મો બંધાય છે. અધ્યાત્મ દૃષ્ટિએ આ સંસારમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર દ્વેષ ન કરવો કે રાગ ન કરવો એ જ સાચું કર્તવ્ય છે તેથી જેમની અધ્યાત્મદૃષ્ટિ વિકસી છે તેવા મહાત્માઓ આવી ચિંતા-વિચારણા કરતા નથી. મહાવીર ભગવાનને ચંડકૌશિક તથા સંગમે ઉપસર્ગ કર્યો અને પાર્શ્વનાથ પ્રભુને મેઘમાળીએ ઉપસર્ગ કર્યો ત્યારે અનિષ્ટનો સંયોગ થયો હોવા છતાં તે મહાત્માઓએ અનિષ્ટનો વિયોગ કરવાની ચિંતા-વિચારણા કરી નથી. પરંતુ ધ્યાનમાં લીન બન્યા હતા.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy