________________
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૩
૩૨૯ બીજી બધી પ્રતિકુળતાઓ ઉપર આ જીવને જેટલો અણગમો છે. તેના કરતાં અનેકગણો અણગમો રોગ ઉપર અને રોગજન્ય પીડા ઉપર છે. માટે રોગ અને રોગજન્ય પીડામાં અનિષ્ટતાની અધિકતા જણાવવા માટે જુદા ભેદ તરીકે વર્ણવ્યા છે.
રોગ સિવાયની બીજી અનિષ્ટ વસ્તુમાં કોઈ મનુષ્યને એક વસ્તુ અનિષ્ટ હોય એ જ વસ્તુ બીજા મનુષ્યને ઈષ્ટ પણ હોય. જેમ કે જે આપણો શત્રુ છે તે આપણને અનિષ્ટ હોય પરંતુ જેનો તે મિત્ર હોય તેને ઈષ્ટ પણ હોય. કારેલાનું શાક કડવું હોવાથી આપણને અનિષ્ટ હોય છતાં તે શાક જેને બહુ ભાવે તેને માટે ઈષ્ટ પણ હોય. વિષ્ટા મનુષ્યોને અનિષ્ટ છે એ જ વિષ્ટા ભૂંડને ઈષ્ટ છે. માટે આપણી અનિષ્ટ વસ્તુ સર્વની અનિષ્ટ બનતી નથી. પરંતુ શારીરિક રોગો અને તે રોગોથી થતી પીડા તો સર્વજીવ માટે અનિષ્ટ છે. એમ વિશેષતા જણાવવા માટે આ ભેદ ભિન્ન કર્યો છે.
સૂત્ર (૯-૩૩) પ્રયોજન - આર્તધ્યાનના ત્રીજા ભેદનું લક્ષણ જણાવે છે.
विपरीतं मनोज्ञानाम् ९-३३ વિપરીત મનોજ્ઞાનામ્ ૯-૩૩
વિપરીત મનોજ્ઞાનામ્ ૯-૩૩ શબ્દાર્થ - વિપરીત = ઉછું (વિયોગ થયેલાના સંયોગની ચિંતા), મનોજ્ઞાનામ્ = ઈષ્ટ કે પ્રિય વિષયોના.
સૂત્રાર્થ :- મનોજ્ઞભાવોમાં વિપરીત (ધ્યાન સમજવું), (અર્થાત ઈષ્ટ ભાવોનો વિયોગ થતાં તેના સંયોગ માટે જે વિચારણા કરવી તથા પ્રાપ્ત થયેલા ઈષ્ટ સંજોગો સદા રહે તેવી વિચારણા કરવી તે આર્તધ્યાનનો “ઈષ્ટસંયોગ ચિંતા’ રૂ૫ ત્રીજો ભેદ છે.)
ભાવાર્થ - આ સૂત્રમાં ઈષ્ટ સંયોગ ચિંતા' નામના ત્રીજા ભેદનું વર્ણન છે. આ ભેદમાં લખેલા છ-સંયોગ-વિક્તા આ શબ્દો જોતાં પ્રથમભેદથી બરાબર વિપરીતતા જણાય છે. માત્ર ફેર (તફાવત) એટલો જ છે કે ત્યાં અમનોજ્ઞાનામ્ અણગમતી વસ્તુલેવાની છે. અહીં મનોજ્ઞ ભાવો લેવાના છે. બાકીના પદો વિપરીતમ્ વિપરીતપણે જોડવા.