________________
૩૨૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૧
આ જોડાણ આત્મા માટે નુકશાનકારક નથી કારણ કે આ જોડાણ તો જ્ઞાનનું કારણ બને છે પરંતુ આ જોડાણમાં જે રાગ, દ્વેષ, મોહ ભળે છે તેનાથી આર્ત કે રૌદ્રધ્યાન થાય છે તે નુકશાનકારક છે. જો તેમાં રાગ, દ્વેષ કે મોહ ન ભળે તો આર્ત, રૌદ્રધ્યાન થતું નથી. જેથી આત્માને નુકશાન થતું નથી પરંતુ જ્ઞાનમાત્ર થાય છે.
સૂત્ર(૯-૩૧) પ્રયોજન:- આર્તધ્યાનના ચાર ભેદ પૈકી પ્રથમ ભેદનું વર્ણન કરે છે. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः
९-३१ આર્તમમનોજ્ઞાનાં સમ્મયોગે તસ્વિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ
૯-૩૧ આર્તમ-અમનોજ્ઞાનાં-સપ્રયોગે-તવિપ્રયોગાય સ્મૃતિ – સમન્વાહારઃ
૯-૩૧ શબ્દાર્થ :- આર્તમ્ = આર્તધ્યાન, અમનોજ્ઞ = અનિષ્ટ, અપ્રિય, સમ્પ્રયોગ = સંયોગ-પ્રાપ્તિ, તદ્ = તે અપ્રિયવસ્તુનો), વિપ્રયોગ = વિયોગ, સમૃતિસમન્વાહાર = ચિંતાનું સાતત્ય.
સૂત્રાર્થ - અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે તે (અનિષ્ટ વસ્તુ)ના વિયોગને માટે સ્મૃતિ સમન્વાહાર (ચિતા કરવી) તે આર્ત (ધ્યાનનો પ્રથમ ભેદ જાણવો).
ભાવાર્થ:- ચાર પ્રકારના ધ્યાનોમાંથી પ્રથમ આર્તધ્યાન સમજાવે છે. તેના ચાર ભેદ છે. તેમાંથી પ્રથમ ભેદ સમજાવે છે.
અમનોશીનીમ્ જે જે ભાવો આપણા મનને ન ગમતા હોય તે ભાવો અમનોજ્ઞ કહેવાય છે. તેવા અમનોજ્ઞ ભાવોનો સમ્રયોને એટલે કે સંયોગ થયે છતે તસ્વિપ્રયોડાય તે અનિષ્ટ ભાવોના વિયોગ માટે (તે ભાવો કેમ દૂર થાય તે માટે) મૃતિસમન્વહાર: જે ચિંતા વિચારણા કરવી, તેના ઉપાયો વિચારવા તે આર્તધ્યાનનો પ્રથમ ભેદ કહેવાય છે.
જયારે જ્યારે આ જીવને અણગમતા પદાર્થોનો સંયોગ થાય છે. ત્યારે ત્યારે તે તે અણગમતા પદાર્થો પોતાનાથી કેમ દૂર થાય તેની વિચારણા, તે પદાર્થો દૂર કરવા