SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. (૧) ઔત્પાતિકી : વિશિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ. (૨) વૈયિકી : ગુરુ પાસેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ. ગુરુનો વિનય કરવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ. (૩) કાર્મિકી : અભ્યાસ કરતા પ્રાપ્ત થતી બુદ્ધિ. કામ કરતાં કરતાં સુથારનો દીકરો સુથારીકામ શીખી લે. તે કાર્મિકી બુદ્ધિ કહેવાય છે. (૪) પારિણામિકી : જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થતી બુદ્ધિ. શંકા ઃ શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત ગણતા મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થાય ? સમાધાન : શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ આગળ સમજાવ્યા તેમાં અશ્રુતનિશ્રિત-મતિજ્ઞાનના ચાર ભેદ ઉમેરતા મતિજ્ઞાનના કુલ ૩૩૬ + ૪ = ૩૪૦ ભેદ થાય. શ્રુતનિશ્ચિત અધ્યાય : ૧, સૂત્ર-૧૯ શંકા : શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને તેના પેટા ભેદો હજુ સ્પષ્ટ થયા નથી. સમાધાન : નીચેના ટેબલથી મતિજ્ઞાનના ભેદો અને પેટાભેદો વિસ્તારથી સમજીએ. મતિજ્ઞાન અવગ્રહ વ્યંજનાવગ્રહ ૪ ઇહા અપાય ૬ દ ધારણા ૪૫ અર્થાવગ્રહ ૬ ઔત્યપાતિકી વૈયિકી અશ્રુતનિશ્ચિત કાર્મિકી પારિણામિકી
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy