________________
४४ અધ્યાય : ૧, સૂત્ર-૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર રસનેન્દ્રિય ત્રણ ચમચી ભરીને દાળ મોંઢામાં ગઈ ત્યાં સુધી ખબર ન પડીકે દાળમાં
શું ઓછું છે. તે રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ. ધ્રાણેન્દ્રિયઃ દુર્ગધ આવે છે પણ ભાઈસા'બ વાંચવામાં મશગુલ છે. દુર્ગધની ખબર ન
પડી. તે પ્રાણેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ. શ્રવણેન્દ્રિય ઘોર ઉંઘમાં હોવાથી જગાડવા માટે કોઇએ પાંચ બુમ પાડી પણ ખબર ન
પડી. તે શ્રોતેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ. આમ ચાર ઈન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થાય પણ સ્પષ્ટ બોધ ન થાય ત્યાં સુધી તે ચાર ઈન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ થાય છે.
તેવી જ રીતે કાન, નાક, જીભ અને ત્વચા એ ચાર ઈન્દ્રિયો દ્વારા પોતાના વિષયો સાથે સ્પર્શ થવાથી જ્ઞાન પેદા થઈ શકે છે. પરંતુ તે જ્ઞાનની માત્રા અતિશય અલ્પ હોવાથી સ્પષ્ટ થતી નથી તેને જ વ્યંજનાવગ્રહ કહેવાય છે.
મન અને ચક્ષુ દ્વારા થતું જ્ઞાન વિષય સાથે જોડાઈને થતું નથી પણ દૂર રહેવાથી જ થાય છે. તેથી મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે વ્યક્ત કહેવાય છે. તેથી ચક્ષુ તથા મનનો વ્યંજનાવગ્રહ થતો નથી. પરંતુ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિયોથી અને મનથી થાય છે. એમ અર્થાવગ્રહ છ પ્રકારનો છે.
શંકાઃ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનની ભેદ રેખા વિસ્તારથી સમજાવો.
સમાધાનઃ ગુરુ પાસેથી કે ગ્રંથોમાંથી જાણવા મળે તે શ્રત. આ કૃતથી સંસ્કારિત બનેલ જે મતિજ્ઞાન તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે. અર્થાત્ પૂર્વે ઉપદેશ વગેરે દ્વારા જાણ્યું હોય પણ વ્યવહાર કાળે (શ્રુતનો ઉપયોગ કરવાના સમયે) ઉપયોગ વિના થતી જે મતિ તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે. દાખલા તરીકે પ્રતિક્રમણમાં મુહપત્તિનું પડીલેહણ કરવાનું આવે ત્યારે કંઈપણ વિચાર કર્યા વિના આપણે પડીલેહણ કરીએ છીએ. આ રીતે થતું મતિજ્ઞાન તે કૃતનિશ્ચિત છે. શ્રુતનિશ્રિત જ્ઞાનમાં પૂર્વે જાણેલું હોય પણ કાર્ય સમયે તેનો (પૂર્વે જાણેલાનો) ઉપયોગ હોતો નથી. આ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન ધૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે.
અશ્રુતનિશ્રિતઃ પૂર્વે ક્યારે પણ જાણ્યું ન હોય છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી મતિને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. જેમ કે અભયકુમાર, બિરબલ વિગેરેની હાજરજવાબી બુદ્ધિ. તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે.