________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧૯
૪૩
ઈન્દ્રિય | વ્યંજનાવગ્રહ
અર્થાવગ્રહ | ઈહા |
અપાય
ધારણા |
સ્પર્શન
|
|
૫
રસના
|
૫
ઘાણ
શ્રવણ
ચક્ષુ
મન
આ ઉપરાંત ૧૬ મા સૂત્રમાં બહુ - અબહુ વગેરે ૧૨ ભેદ કહ્યા.
૨૮ પ્રકારના મતિજ્ઞાનના દરેકના બાર-બાર ભેદ હોવાથી બાર વડે ગુણતા ૨૮ X ૧૨ = ૩૩૬ ભેદો મતિજ્ઞાનના થયા.
શંકા વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનો ભેદ બરાબર સમજાવોને ?
સમાધાન ઈન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ થયા બાદ ““કંઈક છે” એમ વ્યક્ત બોધ થાય તે અર્થાવગ્રહ.
અવ્યક્ત જ્ઞાનનો અર્થ ફરી એકવાર સમજી લઈએ. માટીના કોરા વાસણને - અથવા ગરમ તવી ઉપર – પાણીના ટીપા નાંખીને ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાંક ટીપા પડવા છતાં પણ તે એવા ચુસાઈ જાય છે (કે સુકાઈ જાય છે) કે જોનારને તે ભીંજાયેલું લાગતું નથી. તો પણ યુક્તિથી તે “ભીનું છે તે વાત માનવી જ પડે છે.
તેથી પ્રથમથી જ થોડા વખત સુધી વિષયનો મંદ સંબંધ શરૂ થઈ ગયો. તેથી જ્ઞાન થવાનું પણ શરૂ થઈ ગયું છે એ વાત યુક્તિથી અવશ્ય માનવી પડે છે, તે શરૂ થયેલા જ્ઞાનને અવ્યક્ત જ્ઞાન અથવા વ્યંજનાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહના ઉદાહરણો : સ્પર્શનેન્દ્રિય : શરીરની પાછળ કીડી ચઢી, પણ સ્પષ્ટ બોધ ન થયો. તે વ્યંજનાવગ્રહ.