________________
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૩૦
૩૨૫ સૂત્રાર્થ:- છેલ્લાં બે ધ્યાન મોક્ષના હેતુભૂત છે.
ભાવાર્થ - આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ આ ચાર ધ્યાનોમાંથી સૂત્રના ક્રમ પ્રમાણે પરે એટલે પાછળનાં અંતિમ બે ધ્યાનો એટલે કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન મુક્તિનાં હેતુ છે. ધર્મધ્યાન દ્વારા શુક્લધ્યાન આવે છે અને તેના દ્વારા મુક્તિ આવે છે. ધર્મેધ્યાન અને શુક્લધ્યાનને આ સૂત્રમાં મુક્તિ હેતુ કહ્યા છે તેથી સમજી લેવું કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આ બે ધ્યાનો સંસારનો હેતુ છે અને અંતિમ બે ધ્યાનો કર્મક્ષયના કારણ બને છે. પ્રથમના બે ધ્યાનો બંધહેતુ બને છે અને અંતિમ બે ધ્યાન નિર્જરા હેતુ બને છે.
( ધ્યાન ઉપર વિશેષ ચિંતન) ધ્યાનના બે વિભાગ છે.
અશુભ અથવા અપ્રશસ્ત ધ્યાન દુર્ગતિમાં લઈ જાય છે. શુભ અથવા પ્રશસ્ત ધ્યાન સગતિમાં લઈ જાય છે. અશુભ ધ્યાનના બે વિભાગ છે.
(૧) આર્તધ્યાન કે જે તિર્યંચ ગતિનું કારણ બને છે. (૨) રૌદ્રધ્યાન કે જે સામાન્ય રીતે નરકગતિનું કારણ બને છે. શુભ ધ્યાનના બે વિભાગ છે. (૧) ધર્મ ધ્યાન મનુષ્યગતિનું અથવા દેવગતિનું કારણ બને છે. (૨) શુક્લ ધ્યાન મોક્ષનું કારણ બને છે.
મનને ધ્યાન સાથે ઘણો સંબંધ છે. મન કહો કે ચિત્ત કહો સામાન્ય રીતે બન્નેનો અર્થ એક છે. ચિત્તની સ્થિર અવસ્થા એ ધ્યાન છે. ચિત્તની અસ્થિર (ચંચળ) અવસ્થા ચાર વિભાગમાં વહેંચાયેલી છે.
(૧) ચિંતા-ચિંતન, (૨) ભાવના (૩) ધ્યાન અને (૪) અનુપ્રેક્ષા. હવે આ ચારેયના અર્થ સમજીએ.
ચિંતા :- ચિત્ત ફરતું હોય, વિચરતું હોય તેને વિચાર કહેવાય છે. આ વિચારને ચિંતા અથવા ચિંતન પણ કહેવાય છે.
ભાવના - એકની એક વાતને રસપૂર્વક વારંવાર વિચારવાથી આત્મા ભાવિત