SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ અધ્યાય : ૯, સૂત્ર-૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ () રૌદ્રધ્યાન - રુદ્ર શબ્દ ભયંકર અર્થમાં છે. ક્રૂર (ભયંકર) પરિણામ તે રૌદ્રધ્યાન. હિંસા - જુઠ-ચોરી આદિ મહાપાપો કરવા માટેના કુર પરિણામ તે રૌદ્રધ્યાન. બીજા જીવોને દુઃખ આપવાના, બીજાના દુઃખોમાં વૃદ્ધિ કરવાના, બીજાના દુઃખોમાં નિમિત્ત બનવાના જે ભયંકર પરિણામ તે રૌદ્રધ્યાન. આ ધ્યાનના પણ ચાર ભેદ છે જે આગળ આવશે. (૩) ધર્મધ્યાન (ધર્મધ્યાન) ધર્મ શબ્દ ઉપરથી ધર્મી શબ્દ બનેલ છે. આત્માના ક્ષમા, માદેવ, આર્જવ આદિ દશવિધ ગુણોની પ્રાપ્તિ માટેની સતત નિર્મળ વિચારધારા તે ધર્મેધ્યાન. ધર્મ મ રૂતિ ધર્યમ્ ધર્મ સંબંધી જે ધ્યાન તે ધર્મધ્યાન તેના ચાર ભેદ આગળ આવશે. (૪) શુક્લધ્યાન - શુક્લ એટલે ઉજળું, ધોળું , નિર્મળ. રાગ-દ્વેષ અને મોહ આદિ દોષોથી રહિત નિર્મળ જે વિચારધારા તે શુક્લધ્યાન. જો કે ધર્મધ્યાન પણ નિર્મળ ધ્યાન છે. પરંતુ પ્રશસ્ત એવા રાગાદિ ભાવવાળું તે ધર્મધ્યાન છે તેથી તે આંશિક નિર્મળ છે અને આંશિક કર્મોનો ક્ષય કરે છે. શુક્લધ્યાન સર્વ કર્મોનો ક્ષય કરે છે. પ્રશસ્ત કે અપ્રશસ્ત એમ સમસ્ત રાગાદિભાવોથી લગભગ મુક્ત છે તેથી સંપૂર્ણ નિર્મળ છે માટે તેને શુક્લ ધ્યાન કહેવાય છે. આ ધ્યાનના પણ ચાર ભેદ છે જેનું વર્ણન સૂત્ર ૯-૩૯થી ૯-૪૬માં આવશે. સૂત્ર (૯-૩૦) પ્રયોજન - ચાર પ્રકારના ધ્યાનમાંથી છેલ્લા બે ધ્યાનો કોનું કારણ બને છે તે વિષય જણાવે છે. परे मोक्षहेतू ९-३० પર મોક્ષહેતૂ ૯-૩૦ પર મોક્ષહેતુ ૯-૩૦ શબ્દાર્થ - પરે = પછીના બે ધ્યાનો, મોક્ષહેતૂ = મોક્ષના હેતુભૂત છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy