________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
ધર્મ
=
અધ્યાય : ૯, સૂત્ર-૨૯
સમાધાન :- એક મુહૂર્ત
૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ
એક મુહૂર્ત = ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ (નાનામાં નાનો ભવ)
એક મુહૂર્ત = ૧૬૭૭૭૨૧૬ આવલિકા
એક શ્વાસોચ્છવાસમાં ૧૭ાા (સાડા સત્તર) ક્ષુલ્લકભવ થાય છે.
સૂત્ર (૯-૨૯) પ્રયોજન
=
એક ક્ષુલ્લકભવમાં ૨૫૬ આવલિકા થાય છે.
એક શ્વાસોચ્છવાસમાં ૪૪૪૬થી અધિક આવલિકા થાય છે.
એક આલિકામાં અસંખ્ય સમયો પસાર થાય છે.
:- ધ્યાનના ચાર ભેદ જણાવે છે.
૧-૨૧
૯-૨૯
૯-૨૯
= ગાઢ પરિણામજન્ય,
आर्तरौद्रधर्मशुक्लानि આતંરૌદ્રધર્મશુક્લાનિ આર્ય-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ
શબ્દાર્થ :- આર્દ્ર = દુ:ખજન્ય, રૌદ્ર
ક્ષમાદિ ધર્મયુક્ત, શુક્લ = નિર્મળ ધ્યાન.
સૂત્રાર્થ :- આર્ટ, રૌદ્ર, ધર્મ, શુક્લ (એમ ધ્યાનના ચાર ભેદ છે.)
ભાવાર્થ :- ધ્યાનના ચાર ભેદ છે. તેમાં પ્રથમના બે ભેદ કર્મબંધનું કારણ હોવાથી સંસારહેતુક છે અને છેલ્લા બે ભેદ કર્મક્ષયનું કારણ હોવાથી મોક્ષહેતુક છે. આ વાત સૂત્ર ૯-૩૦માં વધારે સ્પષ્ટ થશે. પ્રથમના બે ધ્યાન અશુભ અને અન્તિમ બે ધ્યાન શુભ
છે.
૩૨૩
(૧) આર્તધ્યાન ઃ- શ્રૃત શબ્દનો અર્થ છે પીડા, દુઃખ. સાંસારિક દુઃખોના કારણે થતું જે ધ્યાન તે આર્તધ્યાન. અણગમતી વસ્તુનો સંયોગ થાય ત્યારે અથવા ગમતી વસ્તુનો વિયોગ થાય ત્યારે આવી પડેલી દુ:ખોની પરંપરાથી જે માનસિક ચિંતા થાય છે. તે આર્તધ્યાન છે. તેના ચાર ભેદ છે જેનું વર્ણન આગળ આવે છે.