________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૯, સૂત્ર-૨૮
૩૨૧
પાંચમા-છઠ્ઠા સંઘયણવાળા જીવને ચિત્તની સ્થિરતાવાળું ધ્યાન અલ્પમાત્રાએ હોય છે. પરંતુ તેની માત્રા અલ્પ હોવાથી ‘ધ્યાન નથી’ એમ શાસ્ત્રકારો કહે છે.
આ વ્યાખ્યા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આશ્રયી છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાન હોવાથી ધ્યાન હોવા છતાં પણ નિર્જરાના કારણભૂત ધ્યાન ગણાતું નથી. કેવળીભગવંતોને મન (ચિત્ત) ન હોવાથી આ ધ્યાન હોતું નથી. તેમને યોગનિરોધરૂપ ધ્યાન (શુક્લધ્યાનના અંતિમ બે ભેદો) હોય છે.
શંકા :- ચારે ગતિમાં નબળા સંઘયણવાળા જીવોને પણ આર્ત-રૌદ્ર ધ્યાન હોય છે. અહીં સૂત્રમાં આપેલી ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે નબળા સંઘયણવાળાને ધ્યાન થઈ શકે નહીં તો પછી આ સૂત્ર કઈ રીતે ઘટાવવું ?
સમાધાન :- આ સૂત્ર અનુસાર પ્રબળ કોટિના ધ્યાનને જ ધ્યાન તરીકે કહ્યું છે. સામાન્ય કોટીના ધ્યાનને ધ્યાનસ્વરૂપે ગણતરીમાં લેવાયેલ જ નથી.
જેમ અધિક સંપત્તિવાળાને જ શ્રીમંત કહેવામાં આવે છે તેમ અહીં પ્રબળ કોટીની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. આથી ચારે ગતિમાં નબળા સંઘયણવાળાને પણ જે ધ્યાન હોય છે તે વાત સાથે કોઈ વિરોધ આવતો નથી.
શંકા :- શું કેવળી ભગવંતને ‘મન’ નથી હોતું ?
સમાધાન :- મન હોય છે પણ મનનો ઉપયોગ (વપરાશ) હોતો નથી એટલે નથી તેમ કહ્યું છે. જો કે ઉપયોગ હોય છે પણ અત્યંત અલ્પ હોય છે. મોટા ભાગે ફકત અનુત્તરવાસી દેવોના પ્રશ્નોના ઉત્તર આપવા પુરતો જ મનનો ઉપયોગ કરે છે. બાકીતો કેવળીના જ્ઞાનમાં બધુ જ સ્પષ્ટ દેખાય છે. એટલે મન હોવા છતાં ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. આ હકીકતથી ઉપચારથી એમ કહ્યું છે. તેનો અર્થ કેવળીને મન નથી હોતું.
સૂત્ર (૯-૨૮) પ્રયોજન :- ધ્યાન કેટલા સમયનું હોઈ શકે છે ? તે જણાવે છે.
आमुहूर्तात्
૬-૨૮
આમુહૂર્તોત્
૯-૨૮
૯-૨૮
આ મુહૂર્તોત્