________________
૩૨૦
અધ્યાય : ૯, સૂત્ર-૨૭ તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ (૨) અત્યંત ઉપધિ વ્યુત્સર્ગ:- આત્મામાં મિથ્યાત્વના, ક્રોધાદિ કષાયોના અને શુભ-અશુભ યોગોના ભાવોથી સતત કર્મો બંધાય છે. તે આન્તરિક પરિણામોનો ત્યાગ કરવો, તેને અભ્યત્તર ઉપધિ વ્યુત્સર્ગ કહેવાય છે.
રોગાદિના કારણે સંયમ પાળી શકાય તેમ ન હોય ત્યારે અથવા જ્ઞાનથી કે જ્ઞાનીના વચનથી મૃત્યુકાળ નજીક જણાય ત્યારે અનશન કરવા પૂર્વક સમતાભાવ સાથે કાયાનો ત્યાગ કરવો તે પણ અત્યંતર ઉપધિ વ્યુત્સર્ગ કહેવાય છે.
આ બંને પ્રકારની ઉપધિનો વ્યુત્સર્ગ (ત્યાગ) કરવાથી મમતા, મૂછ, ઓછાં થાય છે. પરિણામે રાગાદિનો નાશ થવાથી વૈરાગ્યભાવની વૃદ્ધિ થતાં પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય છે.
સૂત્ર (૯-૨૭) પ્રયોજન - ધ્યાનના સ્વરૂપ એટલે લક્ષણને જણાવે છે. उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ९-२७ ઉત્તમસંહનનસ્યકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્ ૯-૨૭ ઉત્તમસંહનનસ્ય એકાગ્ર ચિત્તનિરોધઃ ધ્યાનમ્ ૯-૨૭
શબ્દાર્થ :- ઉત્તમસંહનનસ્ય = ઉત્તસંઘયણવાળાને, એકાગ્ર = એક વિષયમાં, ચિન્તાનિરોધ = ચિત્ત સ્થિરતા, ધ્યાનમ્ = ધ્યાન (અભ્યન્તર તપનો એક ભેદ).
સૂત્રાર્થ - કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમ સંઘયણવાળાને હોય છે.
ભાવાર્થ - સૂત્રમાં એકાગ્રચિન્તાનિરોધને ધ્યાન કહેવાય છે. એકાગ્ર એટલે એક વિષય અથવા એક આલંબન.
ચિન્તા એટલે ચંચળ(ચલિત) ચિત્ત. નિરોધ એટલે સ્થિરતા. ચંચળચિત્તને કોઈપણ એક વિષયમાં સ્થિર કરવું તે ધ્યાન. આ ધ્યાન ઉત્તમ સંઘપણવાળા જીવને હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં (સૂત્રકારે લખેલા ભાષ્યમાં) પ્રથમના ચાર સંઘયણને ઉત્તમ સંઘયણ ગણેલ છે. કોઈપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવા માટે માનસિક બળ જરૂરી છે. માનસિક બળ માટે શારીરિક બળ પણ જરૂરી છે. તેથી ઉત્તમસંઘયણ વાળાને જ ચિત્તની એકાગ્રતા રૂપ ધ્યાન સંભવી શકે છે.