SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨૬ ૩૧૯ શંકા - નવતત્વ તથા અન્ય ગ્રંથોમાં સ્વાધ્યાયના પાંચ ભેદોમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આવે છે. સૂત્ર ૯-રપમાં ભેદોના નામમાં થોડો ફેર છે. તેમના અર્થ એક જ છે કે જુદા જુદા ? સમાધાન - તમારો પ્રશ્ન વ્યાજબી છે. હવે ક્રમમાં જોઈએ તો બંનેમાં વાચના અને પૃચ્છનાનો ક્રમ સરખો છે. સૂત્ર ૯-રપમાં ત્રીજા નંબરે અનુપ્રેક્ષા છે જ્યારે નવતત્વમાં ચોથા નંબરે અનુપ્રેક્ષા છે પરંતુ બંનેના અર્થ સરખા છે. તે જ રીતે સૂત્ર ૯-રપમાં ચોથા ક્રમમાં આમ્નાય છે. જ્યારે નવતત્વમાં ત્રીજા ક્રમમાં પરાવર્તના છે. આ રીતે નામ અને ક્રમ બંને જુદા છે પરંતુ અર્થ સમાન છે. સૂત્ર ૯-૨૫માં પાંચમા ક્રમે ધર્મોપદેશ શબ્દ છે જયારે નવતત્વમાં ધર્મકથા શબ્દ આવે છે. બંનેનો અર્થ સમાન છે માત્ર નામમાં ભેદ છે. સૂત્ર (૯-૨૬) પ્રયોજન - વ્યુત્સર્ગ નામના અત્યંતર તપના ભેદ જણાવે છે. बाह्याभ्यन्तरोपध्योः ९-२६ બાહ્યાભ્યન્તરોપથ્થોઃ ૯-૨૬ બાહ્ય-અભ્યત્તર-ઉપથ્થોઃ ૯-૨૬ શબ્દાર્થ :- બાહ્ય-ઉપાધિ =બાહ્ય દ્રવ્યરૂપ ઉપધિ (ઉપકરણ આદિ), અત્યંતરઉપધિ = મમત્વ આદિનો ત્યાગ. સૂત્રાર્થ :- બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એમ બે પ્રકારે વ્યુત્સર્ગ છે) ભાવાર્થ:- વ્યુત્સર્ગ એ અત્યંતર તપનો પાંચમો ભેદ છે. વ્યુત્સર્ગ એટલે ત્યાગ, વિશેષ ત્યાગ, આત્મસાધનામાં ધર્મ-આરાધના કરવામાં જે જે વિજ્ઞભૂત હોય, અકથ્ય હોય તેનો અથવા બિનજરૂરી હોય તેવી ઉપધિનો (વસ્તુનો) ત્યાગ તે વ્યુત્સર્ગ તપ કહેવાય છે. તેના બે ભેદ છે. બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ અને અત્યંતર ઉપધિ વ્યુત્સર્ગ. (૧) બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ - સંયમી જીવનમાં સહાયક થનારી જરૂરી એવી વસ્ત્ર, પાત્ર, આહાર અને ઔષધ આદિ સામગ્રી સિવાયની તમામ બાહ્ય પૌદ્ગલિક સામગ્રી (ઉપધિ) નો ત્યાગ કરવો. ન કલ્પે તેવા અજાણતા આવી ગયેલા આહાર-પાણી આદિનો પણ જિન આજ્ઞા પ્રમાણે ત્યાગ કરવો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy