________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(2)
(6)
(૫)
(૬)
(૪) શૈક્ષક :- શિક્ષાને યોગ્ય જે નવદીક્ષિત હોય તે શૈક્ષક. સૂત્રો અને તેના અર્થો ભણવા રૂપ ગ્રહણશિક્ષા અને તેમાં કહ્યા પ્રમાણે આચરણ કરવું તે આસેવન શિક્ષા. આ બન્ને શિક્ષાને યોગ્ય એવા અલ્પકાળમાં દીક્ષિત થયેલા મુનિ.
(6)
અધ્યાય : ૯, સૂત્ર-૨૫
૩૧૭
ઉપાધ્યાય :- ઉપ એટલે પાસે અને અધ્યાય એટલે ભણવું. સાધુઓ જેમની પાસે ભણે અર્થાત્ સાધુ સંતોને મુખ્યત્વે સૂત્રપાઠ કરાવવામાં અને ક્વચિત્ અર્થપાઠ કરાવવામાં નિપુણ હોય તે ઉપાધ્યાય.
(e)
(૯)
તપસ્વી ઃ- છટ્ઠ-અક્રમ આદિ વિશિષ્ટ તપ આચરનારા હોય. ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપ કરનારા એટલે કે ચાર ઉપવાસથી માંડીને છ માસ સુધીનો તપ, શ્રેણીતપ, વર્ધમાન તપ વિગેરે વિશિષ્ટ તપ કરનારા તે તપસ્વી.
ગ્લાન :- રોગ વગેરેથી ક્ષીણ હોય તે ગ્લાન. જ્વર આદિ વ્યાધિથી પીડાતા મુનિ.
ગણ :- ગણ એટલે સમુદાય. કોઈપણ એક આચાર્યનો અને તે આચાર્યની આજ્ઞામાં વર્તનારો સાધુ સમુદાય તેને ગણ કહેવાય છે.
કુલ :- ગણોનો સમુદાય. અનેક ગચ્છો (ગણો)નો સમુદાય.
સંઘ ઃ- સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનો સમૂહ.
સાધુ :- જે જીવો સંસાર ત્યજી, સાવઘયોગ ત્યજી, જિનાજ્ઞાના અનુસારે રત્નત્રયીની સાધનામાં વર્તે અને આત્માના ગુણોની સાધના કરે, આરાધના કરે તે સાધુ. બાહ્ય અને અત્યંતર ગ્રન્થિ વિનાના અર્થાત્ નિર્પ્રન્થ હોય તે સાધુ કહેવાય છે.
(૧૦) સમનોજ્ઞ :- જેમનો પરસ્પર ગોચરી પાણી આદિ લેવા-દેવાનો વ્યવહાર હોય તેવા સાધુ સમનોજ્ઞ કહેવાય છે.
સૂત્ર (૯-૨૫) પ્રયોજન :- સ્વાધ્યાય તપના ભેદ જણાવે છે.
૧-૨૫
वाचनापृच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः વાચનાપૃચ્છનાનુપ્રેક્ષાસ્નાયધર્મોપદેશાઃ વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા-આમ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫
૯-૨૫