________________
૯-૨૪
૩૧૬
અધ્યાય : ૯, સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૨૪) પ્રયોજન :- વૈયાવચ્ચ નામના અત્યંતર તપના દશ પેટા ભેદ જણાવે છે.
आचार्योपाध्याय -तपस्वि-शैक्षक-ग्लान-ત્ન-સંપ-સાધુ-સમનોજ્ઞાના
૨-૨૪ આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્
૯-૨૪ શબ્દાર્થ - આચાર્ય = પંચાચાર પાળે પળાવે તે, ઉપાધ્યાય = શ્રત પ્રદાન કરે તે, તપસ્વી = તપ કરનારા, શૈક્ષક = નવદીક્ષિત, ગ્લાન = રોગથી પીડાતા, ગણ = એક વાચના વાળો સમૂહ, કુલ = અનેક ગણોનો સમૂહ, સંઘ = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સાધુ = મોક્ષનો સાધક, સમનોજ્ઞ = જ્ઞાનાદિ ગુણો વડે સમાન.
સૂત્રાર્થ :- આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમનોજ્ઞ, (એ દશ પ્રકારના જીવોની વૈયાવચ્ચ એ વૈયાવચ્ચના દશ ભેદ છે.)
ભાવાર્થ :- વૈયાવૃત્ય એ સંસ્કૃત શબ્દ છે. તેનું પ્રાકૃતમાં વૈયાવચ્ચ થાય છે. વ્યાવૃત્ત એટલે અન્ય ભાવોથી વ્યાવૃત્તિ લેવા પૂર્વક વિચલિત કાર્યમાં વિશેષ પ્રવૃત્તિ, ઓતપ્રોત, લયલીન.
વિયાવ્રત્ય એટલે સેવા કરવી. સેવા એક પ્રકારની હોવા છતાં સેવ્ય વ્યક્તિઓ (સેવા કરવા યોગ્ય વ્યક્તિઓ) દશ પ્રકારની છે તેથી સેવાના-વૈયાવૃત્યના દસ ભેદ છે.
વૈયાવૃત્યના દસ ભેદ નીચે પ્રમાણે છે. (૧) આચાર્ય - પોતે પાંચ આચાર પાળે અને અન્યને પળાવે. ગચ્છમાં વિશિષ્ટ
વ્યક્તિ હોય. સૂરિમંત્રના આરાધક હોય. સાધુઓને શાસ્ત્રોનું અર્થપ્રદાન કરવામાં નિપુણ હોય. શાસનના હિતકારી કાર્યો કરવાની યથાયોગ્ય જવાબદારી સમજનારા અને વહન કરનારા હોય તે આચાર્ય.