________________
અધ્યાય : ૯, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ મૂલ પ્રાયશ્ચિત્ત એટલે સ્થૂલદોષ જણાતાં મૂલથી પુનઃદીક્ષા આપવી. આ પ્રાયશ્ચિત્ત ઉપસ્થાપનની સાથે સંપૂર્ણપણે સમાન છે.
૩૧૪
આ રીતે નવ પ્રાયશ્ચિત્તમાં છેલ્લા બેમાં નામ માત્ર ભેદ છે. વિશિષ્ટ અર્થભેદ નથી. માત્ર આઠમામાં કંઈક અર્થભેદ છે. છેલ્લુ દસમું પારાંચિત (અથવા પારાંચિક) પ્રાયશ્ચિત્ત છે.
પારાંચિત પ્રાયશ્ચિત્ત :- સાધ્વીનો શીલભંગ થયો હોય અથવા કોઈ (સાધુ) મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨વર્ષ સુધી છૂપાવેશમાં વિચરે. રાજામહારાજાને પ્રતિબોધી (સિદ્ધસેન દિવાકરસૂરિજીની જેમ) જૈન શાસનની અદ્ભૂત પ્રભાવના કરે ત્યારબાદ ફરીથી દીક્ષા લઈ ગચ્છમાં પ્રવેશ કરે તે પારાંચિત્ત પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાંચિત્ત પ્રાયશ્ચિત્ત, શિષ્યોની તેવા પ્રકારની યોગ્યતા અને સહનશીલતાના અભાવે હાલ વિચ્છેદ પામેલાં છે.
તત્ત્વાર્થ સૂત્રકારે આવા પ્રકારના કોઈ અગમ્ય કારણસર આ પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ આ સૂત્રમાં ન કર્યો હોય એમ જણાય છે.
સૂત્ર (૯-૨૩) પ્રયોજન ઃ- વિનયના પેટા ભેદ જણાવે છે.
:
ज्ञान दर्शन चारित्रोपचाराः
૬-૨૨
જ્ઞાન દર્શન ચારિત્રોપચારાઃ
૯-૨૩
જ્ઞાન દર્શન ચારિત્ર ઉપચારાઃ
૯-૨૩
શબ્દાર્થ :- જ્ઞાન = જ્ઞાનવિનય, દર્શન = દર્શનવિનય, ચારિત્ર = ચારિત્રવિનય, ઉપચાર = ઉપચારવિનય,
સૂત્રાર્થ :- જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (એમ વિનયના ચાર ભેદ છે.)
ભાવાર્થ :- વિનયના મુખ્ય બે ભેદ છે. તાત્ત્વિક વિનય અને ઉપચારવિનય.